વડોદરાઃ શહેરના શિયાબાગ કુંભારવાડામાં રહેતા કનુભાઈ પ્રજાપતિ પોતાના બાપદાદાના સમયથી ચાલતા આવતા કૌટુંબિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા મુજબ, ચૈત્રી નવરાત્રિએ માતાજીની ગરબી સહિતની શ્રદ્ધાળુઓ ખરીદી કરતા હોય છે, જેથી અમે અગાઉથી માલ સંગ્રહ કર્યો હતો.
જોકે,કોરોનાની મહામારી આવી અને માતાજીની ગરબી લેનારા લોકો આવ્યા જ નહીં બીજી તરફ જે કુંભારો છે તેઓએ પોતાના ત્યાં માટલાં બનાવી તૈયાર રાખ્યાં છે પણ લોંકડાઉનને કારણે તે માલ અમે લાવી શકતા નથી, જેથી માટલાં બનાવનારા કારીગરોને પૈસા મળતા નથી. તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉનાળામાં પહેલાથી જ ફ્રીજના કારણે લોકો માટલાંની ખરીદી ઓછી કરતા હતા. હવે કોરોનાનું સંકટ સામે આવ્યું છે, તેઓને પણ રોજગારી મળે સાથે હવે માટલાં વેચી પોતાની તકલીફો ઓછી કરી શકે આગામી દિવસોમાં વરસાદ પડશે. તે પહેલાં જે જરૂરી માટી લાવવાની હોય છે તે પણ લાવવા માટે સરકાર દ્વારા સવલત, છૂટછાટ અપાય તેવી માગ માટી કારીગરોએ કરી છે.