વડોદરા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના (31 December 2022 Celebration )દિવસે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા કામગીરી સઘન બનાવવાના ભાગરૂપે આજરોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રોડ રોમિયો જેવાઓ દ્વારા સાઇલેન્સરોનો ઘોંઘાટ ઉભો કરી રૂઆબ જમાવતા તત્વો સામે પગલાં ભરવાનો આરંભ તંત્ર દ્વારા કરાયો છે. આવા રોમિયો સામે પાદરા પોલીસે ( Padra Police ) આજે લાલ આંખ (Bullet drive by Padra Police )કરી હતી. જેને કારણે પાદરા નગર અને તાલુકાના આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો નવા વર્ષના વધામણા પર પોલીસની બાજ નજર, કર્યો મોટો બંદોબસ્ત
ડ્રાઈવમાં 8 થી 10 બુલેટો ડીટેઇન કરાયાં પાદરા પોલીસ તંત્ર દ્વારા આ બુલેટ ડ્રાઈવમાં 8 થી 10 જેટલા બુલેટોને ડિટેઇન (Bullet drive by Padra Police )કરવામાં આવ્યા હતા. આ બુલેટ ચાલકો પાસે સ્થળ ઉપર જ મોડીફાઇડ કરેલા સાઇલેન્સરને કાઢાવીને ઓરીજનલ સાઇલેન્સર ફરીથી લગાવડાવાની કામગીરી હાથ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઇ દંડ લેવામાં આવ્યો નથી. પરંતુ આવા રોમિયોને ફક્ત ચીમકી આપવામાં આવી હતી કે, ઘોંઘાટરૂપ સાઈલન્સેરો લગાવવા જોઈએ નહીં. થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસ અધિક્ષક દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અમલના ભાગરૂપે પાદરા પોલીસે ( Padra Police ) બુલેટ ડ્રાઈવ સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા.
આ પણ વાંચો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કર્યું તો ગયા સમજો, પીધેલા તો ઠીક સાથે બેસનારો પણ દંડાશે
આવા સાયલન્સર ન લગાવવા ચેતવણી પાદરા પોલીસે ( Padra Police ) તંત્ર દ્વારા હાલ તો આવા રોમિયો પાસે કોઈ દંડની વસૂલાત કરવામાં આવી નથી. પરંતુ તેઓને ચીમકી આપવામાં આવી છે કે ફરીથી જો આવા ઘોંઘાટ રૂપ સાઇલેન્સર લગાવવામાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી (Bullet drive by Padra Police )ચાલકો સામે કરવામાં આવશે. જેને કારણે જમાવતા રોમિયોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તાત્કાલિક સ્થળ ઉપર જ ઓરીજનલ સાઇલેન્સર લગાવવાની કામગીરી કરાવવામાં આવી હતી. આમ, આજરોજ પાદરા પોલીસ તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી હતી.