વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં Central Jail Vadodara)એનડીપીએસની નાઇજીરીયા આરોપી મહિલા (Nigeria female prisoner)પર અન્ય મહિલા કેદી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. નાઇજીરીયાની કથિત વતની અને ભારતમાં દિલ્હીમાં રહેતી 25 વર્ષીય મહિલાને એનડીપીએસના ગુનામાં જેલમાં રાખવામાં (Attack on Nigerian woman inmate in Central Jail )આવી છે. જ્યાં જેલની અન્ય કેદી મહિલાઓ દ્વારા તેને અવારનવાર હેરાન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
મહિલા કેદી પર હુમલો જેલમાં અન્ય મહિલા કેદીઓ (Attack on inmate of Vadodara Central Jail)દ્વારા તેને જમાવામાં રોજ માત્ર 2 ઈંડા જ આપવામાં આવતા હોવાનું તેમજ 3થી 4 દિવસ ભૂખી રહેતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. નાઇજીરીયા મહિલા કેદી અને અન્ય મહિલા કેદી વચ્ચે ઘણા સમયથી બોલાચાલી ચાલતી હતી. રવિવારે બપોરે તે રસોડામાં જમવાનું બનાવા ગઈ હતી. તે સમયે અન્ય મહિલા કેદી કે જેનું નામ સીમા છે. તે રસોડામાં આવી કોઈ કારણોસર તેણે છરી વડે હુમલો કરી દીધો હતો. જેથી તેના હોઠ પર ઈજા પહોંચી હતી.
મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી આ હુમલાની જાણ થતા જેલના સત્તાધીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા ઈજાગ્રસ્ત મહિલા દ્વારા અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. બીજી બાજુ મામલાની ગંભીરતાને જોઈ આ અંગે રાવપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરી છે.
બોલાચાલીમાં બબાલ SSG હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે, ગઈકાલે બપોરે નાઈઝિરિયાની મહિલાને હોઠ પર ઈજા પહોંચી છે. જેથી તેને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મહિલાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે રાખેલી છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રસોડામાં આમલેટ બનાવવા માટે ડુંગળી કાપવા માટે ગયા હતા. તે દરમિયાન સીમા નામની મહિલા કેદી સાથે થોડી બોલાચાલી થઈ હતી. જેથી સીમાએ હાથમાં રહેલી છરીથી તેની હોઠ પર ઈજા પહોંચી હતી. જેથી મહિલા કેદીને SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાને ગંભીર ઈજા ન પહોંચતા મહિલાને સારાવાર બાદ ફરીથી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે.