ETV Bharat / state

વડોદરા ન્યૂઝ: બાઈક ઉપર મંગેતરને બેસાડી સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું, વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે ઝડપ્યો તો ખુલ્યો ગુનાહિત ઈતિહાસ - વડોદરા પોલીસ

વડોદરા શહેરમાં બાઈક ઉપર મંગેતરને બેસાડી સ્ટંટ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર યુવકને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ યુવકની ઉંડાણપૂર્વક તપાસ કરતાં યુવકનો ગુનાહિત ઈતિહાસ પણ છતો થયો હતો. હાલ તો પોલીસે આ યુવકને પકડીને અન્ય આવા તત્વોને કડક સંદેશ આપ્યો છે,કે માનવ જિંદગી જોખમાઈ અને બેજવાબદારી ભર્યુ ડ્રાઈવિંગ નહીં ચલાવી લેવામાં આવે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 9:06 AM IST

બાઈક ઉપર મંગેતરને બેસાડી સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

વડોદરા: આજની યુવા પેઢી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે, ત્યારે વડોદરા શહેરમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ન્યુ વીઆઇપી રોડ ઉપર ચાલતી બાઈકમાં એક યુવક પોતાની મંગેતરને બાઈકની આગળ બેસાડીને બાઈક ચલાવી રહ્યો છે. જેનો વીડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેથી પોલીસે આ આરોપીની ધરપકડ કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે.

યુવકનો ગુનાહિત ઈતિહાસ: પોલીસે યુવકની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બાઈક ચાલક યુવક અગાઉ હત્યા કેસમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું, પોલીસે હત્યાનો ગુનો સામે આવતાની સાથે જ તેના વિશે આગળની વઘુ કાર્યવાહી હાથ ધરી હતી, અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનું ભાન કરાવવાનું શરૂ કર્યુ છે.

વીડિયો થયો હતો વાયરલ: વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર જાહેરમાં બાઇક ચાલક યુવકે બાઇકની ટાંકી ઉપર યુવતીને બેસાડીને બાઈક ચલાવ્યું હતું જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. આ કપલે માનવ જિંદગી જોખમાઈ અને બેજવાબદારી ભર્યુ ડ્રાઈવિંગ કરીને યુવકે સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો વાયરલ થતા જ આ યુવક-યુવતીને શોધવા માટે વડોદરા શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે પોલીસે આ બાઈક ચાલકનો ઝડપી પાડ્યો હતો. આ બાઈક ચાલકનું નામ કલ્પેશ નટવરસિંહ દરબાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ હત્યા કેસમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બાઈક કરી કબજે: સમગ્ર ઘટનામાં ડિવિઝન એસીપી જીબી બાભણીયાએ જણાવ્યું હતું કે, મંગેતર સાથે બાઈક ઉપર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયા બાદ આ અંગેના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેની ઓળખ કરી તેની સામે ફરિયાદ દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે, આ આરોપીએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે બાઈક ઉપર સ્ટંટ કર્યા અને બાઈક ઉપર જાત જાતના લખાણ પણ લખેલા જોવા મળ્યાં છે. આ યુવાન અગાઉ એક હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પણ ખુલ્યું છે. તેથી પોલીસે આ યુવકની બાઈક કબજે કરી અને કોઈપણ વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ માટે આવા પ્રકારની પવૃતિઓ કરશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. તેમજ પોલીસે જાહેર જનતાને મેસેજ પણ પહોંચાડયો જેથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકે તેવા સ્ટંટ કરતા હોય તેવા લોકોને એલર્ટ કર્યા છે, અને પોલીસ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે તેવું પણ જણાવ્યું હતું.

  1. Vadodara Couple Box : વડોદરાના રહેણાંક ફ્લેટમાં કાફેની આડમાં ચાલતું કપલ બોક્સ ઝડપાયું
  2. વડોદરા ક્રાઈમ ન્યૂઝઃ બાઈકના શો રુમમાંથી ટ્રાયલ લેવાના બહાને બાઈક લઈને ચોર છુમંતર થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.