ETV Bharat / state

ક્રુરતાની હદ: બિલાડી પર એસિડ એટેક - કરુણા એમ્બ્યુલન્સ

અબોલ જીવ પર અત્યાચારની ઘટના વધુ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વૈકુંઠનગર પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ બિલાડી પર એસિડ છાંટીને ઈજાગ્રસ્ત (acid attack on cat in vadodara) કરી હતી. કોઈ રાહદારી વ્યક્તિએ એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. કરુણા એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે પહોંચીને બિલાડીની સારવાર કરતાં તેનો જીવ બચ્યો (Karuna Ambulance save cat life in vadodara) હતો.

ક્રૂરતાની હદ: બિલાડી પર એસિડ એટેક
ક્રૂરતાની હદ: બિલાડી પર એસિડ એટેક
author img

By

Published : Jan 4, 2023, 7:39 PM IST

વડોદરા: માનવતાને નેવે મૂકતો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. શહેરના જય અંબે સ્કૂલ પાસે આવેલ વૈકુંઠનગર પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ એક માસુમ અને અસહાય એવી બિલાડી પર એસિડ છાંટીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત (acid attack on cat in vadodara) કરી હતી. જેને લઈ કરુણા એમ્બ્યુલન્સ પહોંચી બિલાડીને સારવાર આપી જીવ (Karuna Ambulance save cat life in vadodara) બચાવી માનવતા દાખવી હતી.

રાહદારીએ હેલ્પલાઇન પર ફોન કર્યો: શહેરના વૈકુંઠ નગરના જય અંબે સ્કૂલ પાસે એક બિલાડી છેલ્લા એક દિવસથી પીડાતી હતી. જેને લઈ કોઈ રાહદારી વ્યક્તિએ આ જોઈ 1962 એનિમલ હેલ્પલાઈનની મદદ માંગી હતી. કરુણા એમ્બ્યુલન્સના ડો.બીજલ ત્રિવેદી અને તેમની સાથે રતનસિંહ રાઠોડ ઘટના સ્થળે પહોંચી જઈ તરત જ બિલાડીની સંપૂર્ણ સારવાર કરી તેને મૃત્યુના મુખમાંથી બચાવી હતી. એટલું જ નહિ દરરોજ તેનું ફોલોઅપ લઈને તે બિલાડીની સારવાર કરી હતી.

બિલાડીનો જીવ બચ્યો: પશુ પક્ષીઓ માટે હંમેશા પોતાની કરુણતા દાખવી કરુણા એમ્બ્યુલન્સ આવા જીવોને બચાવવાનું અનોખું કામ કરે છે. ઈ.એમ.આર.ઈ ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સની કરુણતાએ બિલાડીનો જીવ બચાવ્યો હતો. પશુ ચિકિત્સક ડો.બીજલ ત્રિવેદી અને પાયલોટ રણજિત સિંહ રાઠોડે આ અબોલ પ્રાણીની સારવાર કરી અબોલ જીવ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો: લો બોલો! હવે શ્વાનનું પણ એન્કાઉન્ટર, આતંક વધી જતાં કરાયા ઠાર

ઓછા પક્ષીઓના જીવ જાય તેવી અપીલ: મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે. શહેરમાં પતંગ રસિયાઓ પતંગ ઉડાવી પોતાનો આનંદ માણતા હોય છે. ત્યારે કરુણા અભિયાન અંતર્ગત દર વર્ષે પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે. આ વર્ષે સારવાર અને રેસ્ક્યુ તેમજ લોકજાગૃતિના પ્રયત્નોથી ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય અને જીવ ન જાય તેવો પ્રયત્ન કરાશે. આ માટે ત્રણ દવાખાનાઓ સંપૂર્ણ રીતે સજ્જ કરાયા છે. સાથે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ખુબ જ અસરકારક રીતે અબોલા જીવોને બચાવવાનું કામ કરવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય બાબત છે.

આ પણ વાંચો: એવું તો શું કર્યું બિલાડીએ કે ACPને આવવું પડ્યું...

કરુણા એમ્બ્યુલન્સની ભૂમિકા: રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાન ના થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના તરીકે કરુણા એમ્બ્યુલન્સ મહત્વની ભૂમિકા ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.