ETV Bharat / state

વડોદરામાં ઈમારતની કામગીરી દરમિયાન મહિલા નીચે પટકાઈ, ઘટના સ્થળે મોત

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણ થઇ રહેલી ઈમારતની સાઈટ પર એક શ્રમજીવી મહિલાનું કામગીરી દરમિયાન નીચે પટકાતા મોત થયું હતું. આ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

વડોદરા
વડોદરા
author img

By

Published : Feb 10, 2020, 2:10 PM IST

વડોદરાઃ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામે એક વૈભવી હોટલની કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે સવારના સમયે આ કન્સ્ટ્રક્શનની ચાલતી કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે પટકાતા અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

વડોદરામાં હોટલના કન્સ્ટ્રક્શન સમયે એક શ્રમજીવી મહિલાનું મોત

આ બનાવની જાણ થતાં જ સુપરવાઇઝર અને બિલ્ડરે સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે દોડી આવી 108 મારફતે મહિલાના મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

જો કે, મળતી માહિતી પ્રમાણે આ મહિલાનું મોત ક્યાં કારણોસર થયુ છે, તે ચાક્કસ જાણી શકાયુ નથી, પરંતુ ઘટના બાદ તમામ કામદારોને સ્થળ પરથી રવાના કરી બિલ્ડર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Intro:વડોદરા.....શહેરના અલકાપુરી વિસ્તારમાં નવ નિર્માણ પામી રહેલ ઈમારતની સાઈટ પર એક શ્રમજીવી મહિલાના રહસ્યમય મોંતને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Body:

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામે એક વૈભવી હોટેલ નવનિર્માણ પામવાની કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે.આજે,સવારે આ કન્સ્ટ્રક્શનની ચાલતી કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે પટકાતા ધડાકાભેર અવાજ થી અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોંત નીપજ્યું હતું.Conclusion:બનાવની જાણ થતાંજ સુપરવાઇઝર અને બિલ્ડરે સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,આ ઘટના અંગેની જાણ થતાંજ સ્થાનિક પોલીસે દોડી આવી 108 મારફતે મહિલાના મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ આરંભી છે.જોકે,મળતી માહિતી પ્રમાણે આ મહિલાનું ઉપરથી પડવાના કારણે કે નીચે કામ કરતી વેળાએ મોંત નીપજ્યું તે ચોક્કસ જાણી શકાયું નથી.પરંતુ, ઘટના બાદ તમામ કામદારોને સ્થળ પરથી રવાના કરી બિલ્ડર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

બાઈટ-બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.