વડોદરા: 8મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવે છે, ત્યારે શહેરના સનફાર્મા રોડ સ્થિત એચ.સી.જી.કેન્સર હોસ્પિટલ દ્વારા ખાસ મહિલાઓ પર ભાર મૂકી કેન્સર અંગે જાગૃતિ આવે તે હેતુસર એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં એચ.સીજી.હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાજીવ ભટ્ટ, MCI ના પૂર્વ પ્રેસિડેન્ટ અને વુમન્સ વીલનેસ એન્ડ બ્રેસ્ટ ક્લીનિક, HCG હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.જયશ્રી મહેતા તેમજ સીઓડી ડૉ.અંકિત સલોતે ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને સંબોધ્યાં હતાં.
આ અંગે ડૉ.જયશ્રી મહેતાએ જણાવ્યું હતું કે, કેન્સર માટે કોઈપણ સારવાર અર્થે દવાઓ નિષ્ણાત તબીબની સલાહ મુજબ લેવી જોઈએ. જેમાં તીખું, તળેલું તેમજ જંક ફૂડ ન લેવું જોઈએ. તેમજ જમવા અને સુવા વચ્ચે બે કલાકનો તફાવત હોવો જોઈએ. જ્યારે એચ.સી.જી.ના ડાયરેકટર ડૉ. રાજીવ ભટ્ટે મહિલાઓ પોતાના પરિવારની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.