- વડોદરા કોર્પોરેશન ઇતિહાસની ઝાંખી
- વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાશે
- 1869માં વિવિધ શાખાઓના સદસ્યોની સમિતિ બનાવીને મ્યુનિસિપાલટીનો વહીવટ શરૂ કર્યો
વડોદરા : ભારતમાં પશ્ચિમ ભાગમાં આવેલું વડોદરા વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલું ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે. પશ્ચિમ રેલવે પર મુંબઇ અને અમદાવાદની જોડતું એક મહત્વનું જંકશન છે. વડોદરા મહાનગર સેવા સદન તરીકે હાલ ઓળખાય છે. તો આવો વડોદરાના કોર્પોરેશનનો ઈતિહાસ પર નજર કરીએ...
વિવિધ શાખાઓના સદસ્યોની સમિતિ બનાવીને મ્યુનિસિપાલટીનો વહીવટ શરૂ કરાયો
વડોદરાએ સંસ્કારી નગરી અને સયાજીરાવ ગાયકવાડનની નગરી કહેવાય છે. આજથી 150 વર્ષ પહેલા 1869માં જુદી જુદી શાખાઓના સદસ્યોની એક નાની સમિતિ બનાવીને મ્યુનિસિપાલટીનો વહીવટ કરવાનું શરૂ કર્યું હતું. આ કમિટીમાં 5 સભ્યો હતા, જેના પ્રમુખ પદે ગોધરા કામદાર અથવા કમિશનર રહેતા હતા. આ તમામને નિયુક્તિ બરોડા દ્વારા કરવામાં આવી હતી.
સ્વતંત્ર ફંડ ઉભું કરી શકે તેવી વ્યવસ્થા કરાવાઇ
સર સયાજીરાવ ગાયકવાડે 1872માં કલમ બધી બાંધવામાં આવી એનાથી સુધરી પોતાનું ફંડ ઊભું કરી શકે છે. જેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનાથી સુધરાઈ પોતાનું સ્વતંત્ર ફંડ ઉભું કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નવા મકાનો, સરકારી જમીનો, ખાનગી કામગીરી માટે વાપરી શકાય અને તેના પર ભાડું પણ વસુલી શકાય છે. આ સાથે આવકનું એક સાધન પણ ઊભું કરી શકાય છે.
સર સયાજીરાવ ગાયકવાડનો ક્રાંતિકારી નિર્ણય
1892માં સુધરાઈ કમિટી નિબંધ મ્યુનિસિપલ એક્ટ બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ શહેરને 22 વર્ષમાં વહેંચવામાં આવ્યો હતો. દરેક વૉર્ડમાં એક સભ્ય ચૂંટવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી ચૂંટાયેલા 22 સભ્યો ઉપરાંત 8 સદસ્યો રહેતા કમિશનર સુધરાઇ કામદાર પ્રમુખ રહેતા તમામ ખર્ચ બરોડા સ્ટેટ ઉઠાવતું હતું. સયાજીરાવ ગાયકવાડ 1905માં 1892ના કાયદાની જગ્યાએ 1905માં બરોડા સ્ટેટ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદો બોમ્બે જિલ્લા મ્યુનિસિપાલટીના હતો. આ કાયદા હેઠળ સુધરાઇ નાણાકીય સ્વતંત્ર આપવાની સાથે તેની જવાબદારીઓ અને ફાળો નક્કી કરવામાં આવ્યો હતો. ચૂંટણી કરવામાં આવી જેમાં 25 વૉર્ડમાં 25 ઉમેદવારની ચૂંટણી કરવામાં આવે છે. તેમજ 6 સદાસ્યો ગાયકવાડ દ્વારા નક્કી કરવામાં આવતા હતા અને અન્ય બરોડા સ્ટેટ દ્વારા નિયુક્ત કરવામાં આવતા હતા, જ્યારે 6 અમલદારો હોદાની રુઈએ સભાસદ તરીકે બેસતા હતા. આમ કુલ 37 સભાસદોની આ સભા બનેલી હતી.
સુધરાઈ સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં આવ્યું
સર સયાજીરાવે 1928માં ટર્નિંગ પોઈન્ટ આવ્યો સુધરાઇના પ્રમુખ તરીકે બરોડા કમિશનર અને પ્રમુખ તરીકે 2 પોસ્ટ અલગ કરવામાં આવી હતી. બરોડા સ્ટેટ દ્વારા સુધરાઈની અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. 1939માં ચૂંટાયેલા સભ્યો જ પોતાના પ્રમુખની નિયુક્તિ કરે તેવી સત્તા મળી હતી. આઝાદી બાદ 1951માં વડોદરા કમિશનર રચના થઈ હતી. જેમાં બરોડા મ્યુનિસિપાલટી એક્ટ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી.
વડોદરાના પ્રથમ મેયર નાનલાલ ચોક્સી બન્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. પહેલા એક વર્ષમાં 3 સભ્યો હતા. એક મહિલા અને પુરૂષ ત્યારબાદ 4 વોર્ડ કરવામાં આવ્યા હતા. જેમાં બે મહિલા અને બે પુરૂષ સભ્યો હતા. વડોદરાના પ્રથમ મેયર નાનલાલ ચોક્સી હતા. 1975 સુધી કોંગ્રેસે કોર્પોરેશનમાં રાજ કર્યું હતું. જોકે, 1975 બાદ અલગ-અલગ પક્ષો સત્તા પર રહ્યા હતા. જેમાં જનતા મોરચા, વડોદરા વિકાસ સમિતિ, એકધારી પક્ષ 1975 બાદ કોર્પોરેશનમાં હતું નહીં. ગત 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. વડોદરા શહેરની વસ્તી 18 લાખ છે. હાલ વડોદરા કોર્પોરેશનના 19 વોર્ડમાં 76 બેઠકો છે. જેમાંથી 58 ભાજપ, 13 કોંગ્રેસ અને 4 અપક્ષ પાસે છે.