ETV Bharat / state

વડોદરા વારસિયા તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવી - સિંધુ સાગર તળાવ

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધુ સાગર તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ પાલિકા તંત્રને થતા તેની તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આટલી બધી માછલીઓના મોતથી ચકચાર મચી ગઈ છે.

વડોદરા વારસિયા તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી

author img

By

Published : Jan 28, 2021, 12:51 PM IST

  • વડોદરાના વારસિયા સિંધું સાગર તળાવમાંથી મૃત હાલતમાં માછલીઓ મળી
  • વર્ષ 2018માં તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું
  • આટલી બધી માછલીઓના મોત થતા સ્થાનિક લોકો પણ ચોંકી ઊઠ્યા હતા

વડોદરાઃ શહેરના વારસિયા ખાતે આવેલા સિંધુ સાગર તળાવ ખાતે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે અહીં સંખ્યાબંધ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી, જેને જોઈ ચોંકી ઉઠેલા લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ મોડે મોડે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી મૃત માછલીઓ નો નિકાલ કરાવ્યો હતો.

આટલી બધી માછલીઓના મોત થતા સ્થાનિક લોકો પણ ચોંકી ઊઠ્યા હતા
14 મહિના અગાઉ પણ તળાવમાં સંખ્યાબંધ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી

જોકે, આટલી મોટી સંખ્યામાં માછલીઓ કેમ મરી તેનો હાલ તંત્ર પાસે કોઈ જવાબ નથી. બનાવની જાણ થતા ઘટના સ્થળે પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. માછલીઓ મૃત હાલતમાં મળવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 14 મહિના પહેલા વર્ષ 2018માં પણ અહીં સંખ્યાબંધ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી.

વરસાદી ગટર છે પણ તેમાંથી ડ્રેનેજનું પાણી નથી આવી રહ્યું

સમગ્ર મામલે અહીંના પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં જ્યારે તળાવનું બ્યુટિફિકેશન થયું ત્યારે અહીંની તમામ ડ્રેનેજ લાઈન ડાયવર્ટ કરવામાં આવી હતી. હાલ અહીં બે ઈનલેટ છે. આ પૈકી એક વરસાદી ગટર છે પણ તેમાંથી ડ્રેનેજનું પાણી નથી આવી રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.