ETV Bharat / state

Amarnath Yatra: વડોદરાના 20થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાયા, ઠંડીથી હાલત કફોડી, જલ્દી રેસ્ક્યુ કરવા વીડિયો દ્વારા અપીલ

વડોદરાના 20થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાયા છે. સતત ત્રણ દિવસથી પંચતરણીમાં બરફ વર્ષા અને ઠંડીથી ભક્તોની હાલત કફોડી બની છે. જેને પગલે વડોદરાના ફસાયેલા યાત્રિકોએ વીડિયો સંદેશ મોકલીને કોઈ દુર્ઘટના પહેલા સર્જાય તે પહેલા વહેલી તકે રેસ્ક્યુ કરવા અપીલ કરી છે.

Amarnath Yatra:
Amarnath Yatra:
author img

By

Published : Jul 9, 2023, 4:03 PM IST

જલ્દી રેસ્ક્યુ કરવા મદદની ગુહાર

વડોદરા: બાબા અમરનાથની યાત્રાએ ગયેલા હજારો ભાવિ ભક્તો વરસાદ અને ઠંડીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના હજારો ભાવિ ભક્તો બાબા અમરનાથના દર્શન કરવા માટે ગયા છે. જો કે અમરનાથ યાત્રાના રૂટ પર છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હવામાનના કારણે યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. વડોદરાના 20થી વધુ ભક્તો વિકટ પરિસ્થિતિમાં અટવાયા છે. તેઓએ વીડિયો દ્વારા રેસ્ક્યુ કરવાની માંગ કરી છે.

વીડિયો દ્વારા મદદ માંગી: અમરનાથ યાત્રાએ ગયેલ વડોદરાના આશુતોષ ઉપાસનીએ વીડિયો મોકલી મદદની માંગ કરી છે. તેઓએ કહ્યું કે અમે લોકો માઇનસ ટેમ્પરેચરમાં અમરનાથના રસ્તે ટેન્ટમાં અટવાયા છીએ. ટેન્ટ ભીના થઈ ગયા છે, જેના કારણે કપડા અને ગાદલા ભીના થઈ ગયા છે. દવાઓ અને રૂપિયા પલળી ગયા છે, અમારી સાથે નાની નાની છોકરીઓ છે અને જમવાનું પણ નથી. ઠંડી સહન થતી નથી. અમારું જલ્દી રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ આ યાત્રિકો કરી રહ્યા છે.

દુર્ઘટના પહેલા રેસ્ક્યુ કરવાની માંગ: વાઘોડિયા રોડ પરના વિવિધ સોસાયટીના 20થી વધુ લોકોનું ગ્રુપ ખરાબ હવામાનના કારણે પંચતરણીમાં ફસાયું છે. તમામ યાત્રિકોની હાલત કફોડી બની છે. આ ગ્રુપ દ્વારા સરકારને રેસ્ક્યુ કરવા માટે અપીલ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. હાલમાં તેઓ પંચતરણીમાં છે અને છેલ્લા ત્રણ દિવસથી ત્યાં ભારે હિંમવર્ષા થઈ રહી છે. જેના કારણે ટેમ્પરેચર પણ માઇનસમાં ઉતરી ગયું છે. વરસાદમાં ટેન્ટ પલળી ગયા છે અને વ્યક્તિ દીઠ રોજે ટેન્ટમાં રહેવા માટે 1 હજાર રૂપિયા ભાડું લેવામાં આવી રહ્યું છે. તેઓએ વીડિયો દ્વારા અપીલ કરી છે કે ભારે વરસાદના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ અમારું રેસ્ક્યુ કરવામાં આવે અને અમને પહેલગાવ પહોંચાડવામાં આવે.

અમરનાથ યાત્રામાં એકનું મોત: આ પૈકી શહેરના હરણી વિસ્તારનું પણ એક ગ્રુપ અમરનાથ યાત્રાએ ગયું હતું. જેમાં વિવિધ 15 યાત્રાઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે છે. જે પૈકી વેમાલી ગામના રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. તેઓનો મૃતદેહ પ્લેન મારફતે વડોદરા લાવવામાં આવી રહ્યો છે. જે માટેની ઔપચારિકતાઓ હાથ ધરવામાં આવી છે. રાજેન્દ્રભાઈના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ અને દીકરો છે. હાલમાં ગુજરાતના હજારો યાત્રિકો બાબા અમરનાથની યાત્રામાં ફસાયેલ છે. આ તમામ હાલમાં મદદની માંગ કરી રહ્યા છે.

  1. Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ
  2. Himachal Pradesh Monsoon: આફતના વરસાદને કારણે હાઈવે સહિત 133 રસ્તા બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.