મળેલી માહિતી પ્રમાણે કરજણ ટોલનાકા પાસેથી થોડા દિવસો પહેલા ત્યાંથી પસાર થતી કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય માછી અને વિક્રમ કપ્તાને એક ટ્રક રોકી હતી. આ ટ્રકમાં ભેંસ સહિતના પાડા હોવાથી બંને કોન્સ્ટેબલે ટ્રકના ચાલકને ધમકાવ્યો હતો અને પશુઓને મારીને કતલખાને લઈ જાય છે, તારી સામે કેસ કરવો પડશે વગેરે વાત કરી હતી. જોકે બાદમાં આ ટ્રકના ચાલક તેમજ અન્ય સામે કેસ નહીં કરવા માટે બંને કોન્સ્ટેબલે 30 હજારની માંગણી કરી હતી.
આ રકમ પૈકી ૧૦ હજાર વિક્રમને જે-તે સમયે આપ્યા હતાં તેમજ બાકીની રકમ પછી આપી જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ બનાવમાં બાકીની રકમ માટે જ્યારે લેવડ-દેવડ કરવામાં આવી ત્યારે ACB દ્વારા કરજણ હાઈવે પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ લાંચીયા કર્મચારીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં બંને પોલીસ કર્મચારીઓ તેમજ ખાનગી વ્યક્તિ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.