આ ઘટનાની જાણ છાત્રાલયના સંચાલકો અને ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભોગ બનેલા દિનેશના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ચૌધરીએ મોત વીજ કરંટથી નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.
આ અંગે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.