વલસાડ: જિલ્લા LCB પી.આઇ ડી.ટી.ગામીતને બાતમી મળી હતી કે, GJ-05-YY-9147 નંબરનું ડમ્પર વાપીથી સુરત તરફ જતા તેમાં અંદર ઈંટના રોટાને માટીના નીચે દારૂ હોવાની જાણકારી મળતા વલસાડ LCB ની ટીમે ધરમપુર ચોકડી પર વોચ ગોઠવી હતી.

બાતમી અનુસાર, ચેકિંગ કરતા ભારતીય બનાવટ નો 4,38,000 ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેમાં ટોટલ 12,38,500 રૂપિયાનો મુદ્દામાલનો ઝડપાયો છે અને વલસાડ એલ.સી.બી એ ડમ્પર ચાલક અને ડમ્પર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી રહી હતી.
નોંધનીય છે કે, સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક બુટલેગરો સક્રિય છે અને અનેક બુટલેગરો દ્વારા અવનવી રીતો અપનાવીને અવનવા વાહનોમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ પોલીસની નજરથી બચાવીને તેઓ દારૂ ગુજરાતમાં લાવી શકતા નથી અને પોલીસ આખરે આ વાહનો પકડી પાડે છે.