મહીસાગર: જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત રહી છે. સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણ નયનરમ્ય બન્યું હતું અને પ્રકૃતિ સોળે કળાએ ખીલતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વીરપુર તાલુકામાં 40 મીમી, ખાનપુર તાલુકામાં 04 મીમી, બાલાસિનોરમાં 02 મીમી, લુણાવાડામાં 03 મીમી અને સંતરામપુરમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો.
![મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:51:14:1598088074_gj-msr-01-rain-folling-script-video-gj10008_22082020133954_2208f_1598083794_459.jpeg)
જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ વરસાદ બાલાસિનોરમાં 363 મીમી, વીરપુરમાં 377 મીમી, ખાનપુરમાં 299 મીમી, સંતરામપુરમાં 337 મીમી, લુણાવાડામાં 417 મીમી અને કડાણામાં 353 મીમી સાથે સમગ્ર જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 357 મીમી વરસ્યો છે.
સમગ્ર જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.