ETV Bharat / state

તૌકતે વાવાઝોડા બાદ 5489 ગામડાઓમાં વીજપુરવઠો યથાવત, 899 રસ્તાઓ ફરી શરૂ કરાયા - તૌકતે વાવાઝોડાના સમાચાર

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે કુલ 9685 ગામમાં લાઈટો જવાની ફરિયાદ મળી હતી જેમાં બુધવારે 12 વાગ્યા સુધીમાં ફક્ત 5489 ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો યથાવત કરવામાં આવ્યો છે જ્યારે હજુપણ 4196 ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો યથાવત કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

તૌકતે વાવાઝોડા બાદ 5489 ગામડાઓમાં વીજપુરવઠો યથાવત, 899 રસ્તાઓ ફરી શરૂ કરાયા

author img

By

Published : May 19, 2021, 8:37 PM IST

  • રાજ્યના 9685 પૈકી 5489 ગામમાં વીજ પુરવઠો યથાવત કરાયો
  • 899 રસ્તાઓ મોટરેબલ કરાયા
  • 4196 ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અંધારપટ

ગાંધીનગર : રાજ્યના દરિયાકિનારે 17 મે ના રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં નુકસાન થયું છે. જ્યારે અનેક જિલ્લાઓમાં વાવાઝોડાના ટકરાવાથી રોડ રસ્તાઓ અને વીજ સપ્લાય પણ ખોરવાયો હતો ત્યારે બુધવારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 5489 ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો યથાવત કરવામાં આવ્યો છે.

કયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો યથાવત કરાયો

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે ભાવનગર અમરેલી જામનગર અને ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો વાવાઝોડાને લઈને પ્રભાવિત થયો હતો પરંતુ ઉર્જા વિભાગની ટીમ દ્વારા પુનઃ વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા ની કામગીરી થઇ રહી છે જેમાં અમરેલીના 699 પૈકી 123 ભાવનગરના 843 પૈકી 123, જૂનાગઢના 589 પૈકી 412, ગીર સોમનાથમાં 357 પૈકી 123, બોટાદના 277 પૈકી 154, સુરેન્દ્રનગરના 956 પૈકી 705, ગામડાઓમાં વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ દ્વારકા જામનગર કચ્છ અને પોરબંદરના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ભરૂચ નર્મદા સુરત જેવા તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને પગલે જે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

959 રસ્તાઓ પૈકી 899 રસ્તાઓ શરૂ

આ ઉપરાંત વાવાઝોડાને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી સાથે રસ્તાઓ અને પાણી પુરવઠા જેવી માળખાકીય સુવિધાઓને પણ નુકસાન થયું હતું ત્યારે રોડ રસ્તા ની જો વાત કરવામાં આવે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ઝાડ પડવાથી લાઈટના થાંભલા પડવાથી અને અન્ય કારણોસર 959 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા જે પૈકી 899 પ્રસ્તાવ અત્યારે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ક્યાં કેટલા રસ્તાઓ શરૂ થયા

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના 102 રસ્તાઓ પૈકી 101 રસ્તા અમરેલીમાં 98 પૈકી 46 રસ્તાઓ ગીર સોમનાથમાં 166 રસ્તાઓ પેકી 159 રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના તમામ રસ્તાઓ અને મકાન વિભાગ દ્વારા પૂર્વ કરી દેવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ જિલ્લાના 19, આણંદના 46 સાબરકાંઠાના 53, અરવલ્લીના 17 પાટણના 7, મહેસાણા 6 અને બનાસકાંઠાના 1 રસ્તાનું સમારકામ સમયસર પૂરું કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે યોગ્ય કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.