શેલ્બી હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન મામલો હવે CM સુધી પહોંચ્યો
કોંગ્રેસ વિપક્ષ નેતાએ CM રૂપાણીને લખ્યો પત્ર
સરકારે સત્વરે નોંધ લઇ તપાસના આદેશ આપવાની કરી માંગ
અમદાવાદ: જાણીતી શેલ્બી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. માધવી ઠક્કરનું ગત 12મી એપ્રિલે 62 વર્ષના વૃદ્ધાએ પગમાં ની-રિપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનના 4-5 દિવસ પછીથી વૃદ્ધાને પગમાંથી સતત લોહી નીકળી રહ્યું હોવાથી હોસ્પિટલમાં ડોકટરને જાણ કરી હતી. જે બાદ ડોક્ટરો અનેક વાર વૃદ્ધાની સર્જરી કરી અને પગમાં મોટું નુકસાન કરી નાખ્યું હોવાનો આક્ષેપ છે. વૃદ્ધાને હાલ પગ કાપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જે અંગે થઈ હવે રાજકારણ પણ ગરમાયુ છે. વિધાનસભાના કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CMને પત્ર લખી તપાસ કરવાની માનગ કરવામાં આવી છે...
વિપક્ષનેતા પરેશ ધાનાણીએ CMને પત્રમાં શું જણાવ્યું
"માધવીબેન ઠક્કર તા . ૧૨-૪-૨૦૧૧ના રોજ શૈલબી હોસ્પિટલ , એસ.જી. રોડ , અમદાવાદ ખાતે ઘુંટણના રીપ્લેસમેન્ટ માટે દાખલ થયેલ , જૈન ઓપરેશન પેટે હોસ્પિટલ દ્વારા ૬ લાખની રકમ વસુલવામાં આવેલ , ઓપરેશન બાદ દર્દીની હાલત સુધરવાના બદલે વધુ ખરાબ થતા ડૉક્ટર દ્વારા પગ કાપવાની સલાહ આપવામાં આવેલ અને તે પેટે રૂ . ૩૦ લાખની રકમ જમા કરાવવાનું જણાવવામાં આવેલ . શેલ્બી હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીના કારણે એક મહિલાનો પગ કાપવાની નોબત આવી રહી છે , જે અંગે તૈલીના દીકરી બંસરીબેન ઠક્કર દ્વારા અવાજ ઉઠાવતા માધવીબેન ઠક્કરને હોસ્પિટલમાં ફરજીયાત ડીસ્ચાર્જ કરવા દબાણ કરવામાં આવી રહેલ છે , જે દર્દી અને તેમના પરિવારજનોને અન્યાયકર્તા છે . હોસ્પિટલ દ્વારા દર્દી અને તેના પરિવારજનો સાથે થયેલ વર્તન સરકાર માટે શરમજનક બાબત છે . કોઈપલ હોસ્પિટલ કે તબીબ દ્વારા દર્દી સાથે આવું અમાનવીય વર્તન કરવું જોઈએ નહીં . અંગે આપના કક્ષાએથી તાત્કાલિક તપાસ કરાવી , માધવીબેન ઠક્કર અને તેમના પરિવારજનોને ન્યાય મળે તે માટે અને ભવિષ્યમાં રાજ્યની કોઈપન્ન ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં ન આવે , તેમના પરિવારજનોની ખોટી હેરાનગતિ ન થાય , તેમની પાસેથી ખોય ચાર્જ વસુલવામાં ન આવે અને માનવીય અભિગમ દાખવી દર્દીની સારવાર થાય તે માટે સંબંધિતને તાત્કાલિક જરૂરી સૂચના આપવા મારી વિનંતી સહ ભલામણ છે...."