ETV Bharat / state

જૂની થયેલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ કરાશે - અમદાવાદ 108 એમ્બ્યુલન્સ સેવા

108 એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને પહેલા 64 હજારથી વધુ કોલ્સ મળતા હતા અને જે હવે ઘટીને 15 હજાર કોલ્સ થઇ ગયા છે. આ દરમિયાન નિર્ણય લેવાયો છે કે દર્દીઓની સેવામાં દોડતી 108ની જુની થઈ ગયેલી 25 જેટલી એમ્બ્યુલન્સનો હવે શબવાહિની તરીકે ઉપયોગ કરાશે.

જૂની થયેલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ કરાશે

author img

By

Published : May 5, 2021, 9:45 PM IST

જૂની 108 એમ્બ્યુલન્સને શબવાહિની તરીકે ઉપયોગમાં લેવાશે

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોવિડ અને નોન કોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવી

ગાડીની સક્રિયતાની ચોક્કસ ખાતરી કરવામાં આવશે

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 સિવાય કોઇપણ અન્ય પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ કરવાના નિર્ણયથી 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કોલ વોલ્યુમમાં પણ ઘટાડો થયો છે.

800 માંથી 533 એમ્બ્યુલન્સ સેવાઓ કોવિડ દર્દીઓ માટે

108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સને હવે કોવિડ અને નોન કોવિડ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે. અમદાવાદમાં 130 એમ્બ્યુલન્સમાંથી 25 એમ્બ્યુલન્સને નોન કોવિડ ઈમરજન્સી માટે અલગ કરાઇ છે. ગુજરાતમાં 800 માંથી 533 એમ્બ્યુલન્સ ફક્ત કોવિડ દર્દીઓ માટે સારવાર માટે આપશે. 108 દ્વારા અત્યારસુધી કુલ 1,89,585 જેટલા કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની અનેક ગાડીઓનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે. જેની ખાતરી કરવામાં આવે છે કે ગાડી દોડવા માટે કેટલી સક્ષમ છે.

જિલ્લા કક્ષાની હોસ્પિટલોને ફાળવાયેલી 108 કમ શબવાહિની

શહેર સંખ્યા

ગાંધીનગર 1

અમદાવાદ 3

સુરત 3

વડોદરા 2

રાજકોટ 2

જામનગર 1

ભાવનગર 1

દાહોદ 1

પંચમહાલ 1

મહેસાણા 1

નડિયાદ 1

ભરુચ 1

નર્મદા 1

બનાસકાંઠા 1

અમરેલી 1

મોરબી 1

દ્વારકા 1

108 ઈમર્જન્સી પાસે એક ફ્લીટ ટીમ છે. આ ટીમ દ્વારા સતત ગાડીનું નિરીક્ષણ કરવામાં આવે છે. ટીમ દ્વારા એવી પણ ખાતરી કરવામા આવે છે કે ગાડી દોડવા માટે કેટલા પ્રમાણમાં સક્રિય છે. તે ઉપરાંત તે કોઈપણ પ્રકારના ઓપરેશન્સ દરમિયાન 100 ટકા કાર્યક્ષમતા સાથે કામ કરે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે. રાજ્ય સરકારે હાલમાં જ 150 જેટલી નવી વાનની ખરીદી કરી છે અને વયમર્યાદા પૂર્ણ થયેલી ગાડીઓનો ઉપયોગ શબવાહિની માટે કરવામાં આવી રહ્યો છે. ​​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.