રાજકોટઃ ગોંડલના ગૌ સેવકોએ રાત્રિના દોઢ વાગ્યે નેશનલ હાઈવે માર્કેટીંગ યાર્ડ પાસે આઈસર ટ્રકને રોકી તેમાં ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલી સાત ભેસોને બચાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોંડલના ગૌસેવક ગોરધનભાઈ પરડવા, ગોપાલભાઈ ટોળીયા, અશ્વિનભાઈ સોલંકી, ધમભાઈ આહીર સહિતના ગૌ સેવક ઓએ રાત્રિના 1:30 વાગ્યા આસપાસ બાતમીના આધારે આઈસર ટ્રકને રોકે તેમાં તલાશી લેતા ક્રૂરતાપૂર્વક સાત ભેંસને ભરવામાં આવી હોવાનું જણાતા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટ્રક ચાલક મારોતી પીરાજી માનકરી, પ્રકાશ મહાદુનભાઈ હરનીક, કુંડલિક ડિગમ્બર પવાર, અક્ષય ધન્ય કુમાર શિવાનકર તેમજ ધન્યકુમાર સંતુકરાવ શિવાનકરની ધરપકડ કરી પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ કલમ 11 મુજબ ગુનો નોંધી રૂપિયા 2,80000ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી પોલીસ હેડ કોન્સ્ટેબલ આર ડી ઝાલાએ હાથ ધરી હતી.