ETV Bharat / state

વડોદરામાં કોરોનાની ત્રીજી લહેર પહેલા 5 હજાર નવા બેડ ઉભા કરાશે - વડોદરામાં કોરોના વાઇરસ કેસ

વડોદરામાં ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ તથા તેમની ટીમ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ 1 હજાર બેડની સુવિધા સાથેનું ચાર માળનું નવું બિલ્ડિંગ તથા સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં કુલ 5000 નવા બેડ ઉભા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં ત્રીજી લહેર દરમિયાન સરકારી હોસ્પિટલોમાં વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

વડોદરામાં કોરોનાની ત્રીજી લહેર પહેલા 5 હજાર નવા બેડ ઉભા કરાશે

author img

By

Published : May 13, 2021, 4:01 PM IST

ત્રીજી લહેર ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં આવવાની શક્યતા, તંત્ર એક્શનમાં

કોરોનાના દર્દીઓમાં ઘટાડો થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 1 હજાર બેડનું 4 માળનું નવું બિલ્ડિંગનું આયોજન

વડોદરાઃ ગોત્રી હોસ્પિટલમાં 750 બેડ, યજ્ઞપુરુષના 350 બેડ અને ગોત્રી હોસ્પિટલના ડોમમાં 350 મળીને કુલ 1450 બેડ ઉપલબ્ધ છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં 800 બેડ અને સમરસ હોસ્ટેલ ખાતે 700 ઉપલબ્ધ છે. સંભવતઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

વડોદરામાં કોરોનાની ત્રીજી લહેર પહેલા 5 હજાર નવા બેડ ઉભા કરાશે
વડોદરામાં કોરોનાની ત્રીજી લહેર પહેલા 5 હજાર નવા બેડ ઉભા કરાશે

અંદાજે રૂ. 35થી 40 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનશે

ગોત્રી હોસ્પિટલમાં ડોમમાં અને અટલાદરા યજ્ઞપુરુષમાં શરૂ કરવામાં આવેલા બેડ ચોમાસા દરમિયાન બંધ કરવા પડશે તેવી સ્થિતિ સર્જાશે, ત્યારે તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં અંદાજે રૂપિયા 35થી 40 કરોડના ખર્ચે 1 હજાર બેડની સુવિધાવાળું નવું ચાર માળનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

OSD વિનોદ રાવ દ્વારા 5000 નવા બેડ ઉભા કરવાનું આયોજન

વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારી કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરના આગોતરા આયોજન માટેની ચર્ચા-વિચારણા કરવા માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલના સબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓને સારી સુવિધાઓ સાથે સારી સારવાર મળી રહે તે માટે આયોજન કરવા માટે ચર્ચા કરી હતી ચર્ચા-વિચારણાનો સમગ્ર પ્રોજેક્ટ આગામી અઠવાડિયામાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં સંભવતઃ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. ત્યારે કોવિડ અને નોન કોવિડ દર્દીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સારી સારવાર મળી રહે તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં 1000 બેડની સુવિધાઓ ઉભી કરવા માટે નવા બિલ્ડીંગ ઉભા કરવાની વિચારણા છે. આ ઉપરાંત ટ્રસ્ટની હોસ્પિટલ પારુલ અને સુમનદીપમાં વધુ એક હજાર બેડની સુવિધા શરૂ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.