- સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ અનોખી રીતે જન્મદિવસની કરી ઉજવણી
- sabarakantha district panchayat નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામા આવી
- 300 યુનિટ બ્લડ જમા કરાવ્યું
સાબરકાંઠાઃ એક તરફ કોરોના મહામારી છે. તો બીજી તરફ બ્લડ બેંકોમાં લોહીની ઉણપ સર્જાઇ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ શનિવારે તેમના જન્મદિવસે રક્તદાન કરી સમગ્ર જિલ્લામાંથી 300 બોટલ રક્ત એકત્રિત કરી રેડ ક્રોસ મારફત છેવાડાના વ્યક્તિ માટે સહયોગી બન્યા હતા..
સાબરકાંઠા જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલે પોતાનો જન્મ દિન અનોખી રીતે રક્તદાન કરી સાદગી પૂર્ણ રીતે ઉજવ્યો. આ નિમિત્તે જિલ્લામાં રકતદાન કેમ્પનુ આયોજન કરી 300થી વધુ બોટલ રક્ત એકત્રીત કરવામા આવ્યું, તેમજ જિલ્લાને હંમેશા ઉપયોગી બની રહે એવી “મોબાઇલ એપ” નું લોકાર્પણ કરવામા આવ્યું હતું.
જિલ્લા પંચાયત ખાતે અત્યંત સાદગી પુર્ણ રીતે કેક કાપ્યા બાદ , મજરાથી મામા પીપલા સુધી અને પોળોથી પુંસરી સુધી વિસ્તતરેલી આ સાબરધરા એવા સાબરકાંઠાને વધુ વિકસિત કરવા, વધુ ઉંચાઇ પર લઇ જવા નવતર અભિગમરૂપ “સાબરકાંઠા ડીસ્ટ્રીકટ પંચાયત” (sabarakantha district panchayat) નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામા આવી હતી. આ એપ્લીકેશન દ્વારા છેવાડાના માનવીથી લઇ શહેરીજન સુધીના આપણે સૌ આંગળીના ટેરવે સમ્રગ જિલ્લાની માહિતિ,પંચાયત તેમજ અન્ય વિભાગોની યોજનાકીય જાણકારી, દવાખાની માહિતિ જેવી અનેકવિધ માહિતિઓ માત્ર એક કલીક પર પલકવારમાં જાણી શકીશું..
આ સાથે હિંમતનગર જિલ્લા પંચાયત ખાતે રેડક્રોસ સોસાયટી હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું. જયાં જિલ્લા વિકાસ અધિકારી એ પોતાના જન્મ દિન નિમિતે રક્તદાન કર્યું હતું. આ સાથે જિલ્લાના પદાધિકારિઓ, આરોગ્ય અધિકારિઓ, પંચાયત અને અન્ય શાખાના અધિકારિઓ સહિત તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના અધિકારિઓ- કર્મચારીઓ અને ગ્રામજનોએ રકતદાન કર્યું હતું.
હિંમતનગરની સાથે ઇડર અને ખેડબ્રહ્મા ખાતે પણ જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ હિંમતનગરના સહયોગથી રકતદાન કેમ્પનુ આયોજન કરી 300 જેટલી બોટલ રકત એક્ત્રીત કરવામા આવ્યું હતું.
જો કે, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ છેવાડાના વ્યકતિને મદદરૂપ થવા માટે કોરોના મહામારી ના સમયમાં જન્મદિવસની ઉજવણી એ સૂચવેલો માર્ગ ગુજરાતના તમામ આઇએએસ આઇપીએસ ઓફિસર અપનાવતા થાય તો ગુજરાત બ્લડ ડોનેશનમાં પણ નંબર 1 બને તે સ્વાભાવિક બાબત છે જોકે, આવું ક્યારે થશે તે તો સમય જ બતાવશે.