ETV Bharat / state

Exclusive: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સુરતના આ દિવ્યાંગને કેમ મળવા માંગે છે? - ઈલેક્ટ્રીક બાઈક

સુરત: દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરી સુરતના દિવ્યાંગ વિષ્ણુ કાકાને મળવા અને એમના ખાસ વર્કશોપની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે, પરંતુ સુરતના વિષ્ણુ પટેલે જે કમાલ કરી છે તે જાણી ભલભલા ઓટો એન્જીનિયર પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. વિષ્ણુ પટેલે ભંગારમાંથી ઈલેક્ટ્રીક બાઈક બનાવી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેઓ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. વળી ટોચના ઉદ્યોગપતિએ પણ તેમના વખાણ કર્યા છે અને તેમના જેવા અન્ય લોકોને 1 કરોડની મદદ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે.

surat
દિવ્યાંગ વિષ્ણુ પટેલ
author img

By

Published : Jan 15, 2020, 11:25 AM IST

કેટલાય ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો બાઈક તો બનાવતા આવે છે. પરંતુ માત્ર પાંચ જ ચોપડી ભણેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા વિષ્ણુ કાકાને લોકો તેમની ખાસ બાઈક માટે ઓળખે છે અને આ બાઈક તેઓએ ક્યાંયથી ખરીદી નથી તેઓએ પોતે બનાવી છે. 60 વર્ષના વિષ્ણુ પટેલ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. ક્યારેક ગેરેજમાં કામ પણ કર્યુ નથી અને સૌથી અગત્યની વાત તો એ છે કે, તેઓ માત્ર ધોરણ 5 સુધી ભણેલા છે. નોકરી કરી ગુજરાન ચલાવનારા વિષ્ણુભાઈ જ્યારે રિટાયર થયા ત્યારે તેમના મનમાં એક જ વિચાર હતો કે તેઓ હવે શું કરી શકે. તેમના આ વિચારને કારણે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી ઈલેક્ટ્રિક મોટર સાઇકલ તૈયાર થઈ ગઈ. જેને પોતે એકલા હાથે વિષ્ણુ પટેલે બનાવી છે.

આનંદ મહેન્દ્રા
આનંદ મહેન્દ્રા

સૌથી અગત્યની વાત એ છે કે, આ મોટરસાઇકલને એકટીવાની બોડીપાર્ટ્સ અને કાયનેટીકના બેસ્ટ બોડી લઈ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં બાઈકના અંદરના વાયર અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ વેસ્ટ થઈ ગયેલી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટના પાર્ટ્સ બાઈક બનાવવા માટે ઉપયોગમાં લીધા છે. આવી 3 ઈલેક્ટ્રીક બાઈક તેઓ બનાવી ચુક્યા છે. શનિવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી કહ્યું હતું કે તેઓ વિષ્ણુની સ્ટોરીથી પ્રભાવિત થયા છે. તેઓ તેમનાં સંપર્કમાં રહેશે અને જોશે કે તેમનાં વર્કશોપને આગળ ધપાવવામાં ઈન્વેસ્ટ કરી શકશે કે કેમ.

ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રા સુરતના દિવ્યાંગ વિષ્ણુ પટેલને મળવા માંગે છે

ઈલેક્ટ્રીક બાઈક સિવાય 6 થી 7 બાઈકને તેઓએ મોડીફાઈડ કરી છે. આ માટે કોઈ ખાસ ટ્રેનિંગ પણ લીધી નથી અને તેઓને ઓટોમોબાઇલ ક્ષેત્રનો જ્ઞાન પણ નથી એટલું જ નહીં ક્યારેય ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં તેમણે કામ પણ કર્યું નથી. તેમ છતાં આવી બાઈક બનાવી તેઓએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેઓ એકવાર મથુરા ગયા હતા જ્યાં આવી ઈલેક્ટ્રીક બાઈક જોઈને તેમને દિવ્યાંગો પણ ચલાવી શકે એવી બાઈક બનાવાનો વિચાર આવ્યો. તેઓ સાંભળી શકતા નથી. તેઓએ યુ-ટ્યુબમાં જોઈને શીખ્યું અને ઈમ્પ્લીમેન્ટ કર્યું છે. દિવ્યાંગ વ્યક્તિ પરિવાર જોડે ફરી શકે એ માટે બેટરી વાળી થ્રિ-વ્હીલર બાઈક બનાવી છે જે એક જ બટન દબાવાથી રિવર્સ પણ જાય છે. આ સિવાય એક 60 કિલો વજન ધરાવતી ટુ-વ્હીલર બાઈક બનાવી છે જે પણ દિવ્યાંગો માટે છે. એ સિવાય 6 થી 7 પેટ્રોલ બાઈકને મોડીફાઈડ કરી છે અને આ બાઈકને ચાલવા માટે રવિવારે છોકરાઓ સ્પેશિયલ આવે છે.

ઈલેક્ટ્રીક બાઈક બનાવનાર વિષ્ણુ પટેલ જણાવ્યું કે, દિવ્યાંગો અને તેમના પરિવાર માટે કંઈક કરવાની ચાહે મને રસ્તો બતાવ્યો અને મે યુ-ટ્યૂબના સહારે કામ શરૂ કર્યું. આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટના પાર્ટ્સ કે જે ભંગાર હતા તેનાથી કામ શરૂ કર્યું અને બાઈક બનતી ગઈ. આજે ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મારા ટેલેન્ટને બિરદાવ્યું એનો મને ખૂબ આનંદ છે.

Intro:સુરત : દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રા એ એક ટ્વિટ કરી સુરતના દિવ્યાંગ વિષ્ણુ કાકા ને મળવા અને એમના ખાસ વર્ક શોપ ની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. પરંતુ સુરતના વિષ્ણુ પટેલે જે કમાલ કરી છે તે જાણી ભલભલા ઓટો એન્જીનિયર પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. વિષ્ણુ પટેલે ભંગાર માંથી ઈલેક્ટ્રીક બાઈક બનાવી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. વળી ટોચના ઉદ્યોગપતિએ પણ તેમના વખાણ કર્યા છે અને તેમના જેવા અન્ય લોકોને 1 કરોડ ની મદદ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે.

Body:કેટલાય ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો બાઈક તો બનાવતા આવે છે. પરંતુ માત્ર પાંચ જ ચોપડી ભણેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા વિષ્ણુ કાકાને લોકો તેમની ખાસ બાઈક માટે ઓળખે છે અને આ બાઈક તેઓએ ક્યાંથી ખરીદી નથી, તેઓએ પોતે બનાવી છે. 60 વર્ષના વિષ્ણુ પટેલ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. ક્યારેક ગેરેજમાં કામ પણ કર્યું નથી અને સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ માત્ર ધોરણ 5 સુધી ભણેલા છે. નોકરી કરી ગુજરાન ચલાવનારા વિષ્ણુભાઈ જ્યારે રિટાયર થયા ત્યારે તેમના મનમાં એક જ વિચાર હતો કે તેઓ હવે શું કરી શકે. તેમના આ વિચારને કારણે વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી ઈલેક્ટ્રિક મોટર સાઇકલ તૈયાર થઈ ગઈ. જેને પોતે એકલા હાથે વિષ્ણુ પટેલે બનાવી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ મોટરસાઇકલને એકટીવાની બોડીપાર્ટ્સ અને કાયનેટીકના બેસ્ટ બોડી લઈ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં બાઈકના અંદરના વાયર અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ વેસ્ટ થઈ ગયેલી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટના પાર્ટ્સ બાઈક બનાવવા ઉપયોગમાં લીધા છે. આવી 3 ઈલેક્ટ્રીક બાઈક તેઓ બનાવી ચુક્યા છે. શનિવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી કહ્યું હતું કે તેઓ વિષ્ણુની સ્ટોરીથી પ્રભાવિત થયા છે. તેઓ તેમનાં સંપર્કમાં રહેશે અને જોશે કે તેમનાં વર્કશોપને આગળ ધપાવવામાં ઈન્વેસ્ટ કરી શકશે કે કેમ.

ઈલેક્ટ્રીક બાઈક સિવાય 6 થી 7 બાઈકને તેઓએ મોડીફાઈડ કરી છે. આ માટે કોઈ ખાસ ટ્રેનિંગ પણ લીધી નથી અને તેઓને ઓટોમોબાઇલ ક્ષેત્રનો જ્ઞાન પણ નથી એટલું જ નહીં ક્યારેય ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં તેમણે કામ પણ કર્યું નથી. તેમ છતાં આવી બાઈક બનાવી તેઓએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેઓ એકવાર મથુરા ગયા હતા જ્યાં આવી ઈલેક્ટ્રીક બાઈક જોઈને તેમને દિવ્યાંગો પણ ચલાવી શકે એવી બાઈક બનાવાનો વિચાર આવ્યો. તેઓ સાંભળી શકતા નથી. તેઓએ યુ - ટ્યુબમાં જોઈ શીખ્યું અને ઈમ્પ્લીમેન્ટ કર્યું છે. દિવ્યાંગ વ્યક્તિ પરિવાર જોડે ફરી શકે એ માટે બેટરી વાળી થ્રિ-વ્હીલર બાઈક બનાવી છે જે એક જ બટન દબાવાથી રિવર્સ પણ જાય છે. આ સિવાય એક 60 કિલો વજન ધરાવતી ટુ-વ્હીલર બાઈક બનાવી છે જે પણ દિવ્યાંગો માટે છે. એ સિવાય છ થી સાત પેટ્રોલ બાઈકને મોડીફાઈડ કરી છે અને આ બાઈકને ચાલવા માટે રવિવારે છોકરાઓ સ્પેશિયલ આવે છે.

Conclusion:ઈલેક્ટ્રીક બાઈક બનાવનાર વિષ્ણુ પટેલ કહે છે, દિવ્યાંગો અને તેમના પરિવાર માટે કંઈક કરવાની ચાહે મને રસ્તો બતાવ્યો અને મેં યુ-ટ્યૂબના સહારે કામ શરૂ કર્યું. આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટના પાર્ટ્સ કે જે ભંગાર હતા તેનાથી કામ શરૂ કર્યું અને બાઈક બનતી ગઈ. આજે ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ મારા ટેલેન્ટને બિરદાવ્યું એનો મને ખૂબ આનંદ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.