ચોમાસા દરમિયાન જિલ્લામાં જાન માલની કોઈ નુકસાની ન થાય તે માટે આગોતરું આયોજન
સંબંધિત વિભાગોને કલેક્ટર દ્વારા સૂચના અપાઈ
જામનગર: બેઠકમાં જિલ્લા કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને રાહત અને બચાવના સાધનોની પૂર્વ ચકાસણી કરવા, જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો દૂર કરવા, જિલ્લાના આશ્રયસ્થાનોની ચકાસણી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવા, ગટર તથા વરસાદી વહેણની ચકાસણી કરી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, માછીમારોને સાવચેત કરવા, રેઇન ગેઇજની ચકાસણી કરવા,રસ્તાઓનું સમારકામ કરવા, રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવા, વરસાદી આંકડાઓ કંટ્રોલ રૂમ ખાતે સમયસર નોંધાવવા, તળાવોને ઊંડા ઉતારવા, ડેમ ઓવરફ્લો થવાના સંજોગોમાં તાત્કાલિક નદીકાંઠાના ગામોને સાવચેત કરવા, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહનોની યાદી તૈયાર કરવી, સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી બનાવવી, વીજ પુરવઠો ન ખોરવાય તે અંગેની વ્યવસ્થા કરવી, વાયર લેસ સેટ તથા વાયરલેસ ઓપરેટર ઉપલબ્ધ કરાવવા, આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવી, દવાઓની વ્યવસ્થા કરવી, પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવી, તાલુકા ગ્રામ્ય કક્ષાએ આપદા મિત્રો તૈયાર કરવા, જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, ઇંધણનો રિઝર્વ સ્ટોક રાખવો, ઘાસનો સ્ટોક ઉપલબ્ધ રાખવો, ગોદામોમાં અનાજ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવી, શાળાના મકાનોની ચકાસણી કરવી, વીજ લાઈનની ચકાસણી કરવી, વગેરે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.આ તમામ વ્યવસ્થાઓમાં કોવિડ પ્રોટોકોલનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરએ તાકીદ કરી હતી.
અનેક અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગ , અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, ફિશરીઝ વિભાગ, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, માહિતી વિભાગ, વન વિભાગ, ખેતીવાડી વિભાગ, આર.ટી.ઓ. તથા એસ.ટી.વિભાગ, શિક્ષણ વિભાગ, બી.એસ.એન.એલ, પોલીસ તથા હોમગર્ડ્સ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરએ આ તમામ વિભાગોને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.તેમજ વિભાગો દ્વારા હાલ કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...