તાપીઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે કોંગ્રેસના પ્રદેશના યુથ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની હાજરીમાં યુવા સંવાદ (Youth Congress Meeting in Tapi ) યોજાયો હતો. જેમાં પેપર લિંક સહિત અલગ અલગ મુદે પ્રમુખ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતાં. જેમાં પૂર્વપ્રધાન ડૉ. તુષાર ચૌધરી તેમજ ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત સહિત યુવા આગેવાન અને યુવાનો હાજર રહ્યા હતાં.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021 : અસિત વોરા સામે પોલીસ ફરિયાદની માંગ લઇ યમરાજ વડોદરા ક્લેક્ટરને મળ્યા
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું અને મારા રાષ્ટ્રીય સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મોહમ્મદ સાહિદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ જિલ્લામાં રૂબરૂ કાર્યકર્તાઓને મળ્યા છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને જે જે યુવાનોને સ્પર્શતા મુદ્દા હોય, પેપર ફૂટી જવાની ઘટના હોય, 6000 જેટલી સ્કૂલો સરકાર જે બંધ કરવા જઈ રહી હોય તેની સામે લડત લડવા અને અને આંદોલનની રણનીતિ તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આવનારા સમયમાં નવી પણ બોડી નિમણુક કરવી પડે. ત્યારબાદ સંગઠનનું માળખું તૈયાર કરીને જે જે પ્રશ્નો યુવાનોને સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે મુદ્દા પર લડત લડવા માટે યુથ કોંગ્રેસનું (Youth Congress Meeting in Tapi ) આયોજન છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા યુથ કોંગ્રેેસે ખાડામાં સરકાર વિરુદ્ધ સુત્રોચારના બેનર લગાવ્યા