ETV Bharat / state

Tapi News : વ્યારાના યુવાન પાસે દેશ વિદેશની અવનવી સાયકલનું કલેક્શન - Cycle lover in Tapi Vyara

તાપીના વ્યારામાં એક અનોખો સાયકલ પ્રેમી યુવાન સામે આવ્યો છે. તેમજ પાસે કુલ 8 પ્રકારની મોડેન સાયકલનું કલેક્શન છે. તેઓ દરરોજ 35 કિમી સાયકલ પણ ચલાવે છે. ત્યારે શું છે સમગ્ર વાત જૂઓ.

Tapi News : વ્યારાના યુવાન પાસે દેશ વિદેશની અવનવી સાયકલનું કલેક્શન

author img

By

Published : Jun 3, 2023, 9:07 PM IST

વ્યારાના યુવાન પાસે દેશ વિદેશની અવનવી સાયકલનું કલેક્શન

તાપી : લોકો પોતાની હેલ્થને લઈ જાગૃત થઈ રહ્યા છે, તો બીજી તરફ પેટ્રોલના વધતા ભાવને લઈને લોકો સસ્તી સવારી સાયકલ તરફ વળ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા વિશ્વ સાયકલ દિવસે ઘણા લોકો સાયકલ સાથે પોતાના ફોટા સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, પરંતુ ઘણા એવા પણ લોકો છે જેને સાયકલ ચલાવવાનો શોખ તો છે જ પરંતુ અવનવી સાયકલ કલેક્શનનો પણ શોખ ધરાવતા હોય છે, ત્યારે આવા જ એક યુવાન વ્યારાના સંજીત ભાવસાર જેમની પાસે મોંઘામાં મોંઘી અવનવી સાયકલોનું કલેક્શન છે.

સાયકલ દિવસ : ઉલ્લેખનીય છે કે, 3જી જૂન સાયકલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયકલ ચલાવવાનું ચલણ વધ્યું છે, જેના કારણે સુરત મનપા દ્વારા પણ સાયકલ સેરીંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દરેક ઝોનમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે સાયકલ મુકવામાં આવી છે, તો ઘણા એવા લોકો પણ છે જેઓને સાયકલ ચલાવવાનો શોખ તો છે પરંતુ અવનવી સાયકલ કલેક્શનનો શોખ ધરાવે છે.

દેશ વિદેશની અવનવી સાયકલનું કલેક્શન
દેશ વિદેશની અવનવી સાયકલનું કલેક્શન

વ્યારાના યુવક પાસે સાયકલનું કલેકશન : વ્યારાના સંજીત ભાવસાર પાસે કુલ 8 પ્રકારની અલગ અલગ સાયકલોનું કલેક્શન છે, સ્કોટાટિક્ટ 10 ડિસ્ક કાર્બન રોડ બાઇક, સ્કોટસ્પાર્ક 960 ડ્યુઅલ સસ્પેન્સન એમટીબી, બ્રોમ્પટન: વર્લ્ડ્સ બેસ્ટ ફોલ્ડિંગ સાઇકલ, બોટાચીયા, ડોલ્સ વિટા: હેન્ડ મેડ રેટ્રો સાઇકલ, મેડ ઇન ઈટલી, બીએમડબ્લ્યુ એમબાઇક્સ: જનરેટિન 4 હાઇબ્રિડ પ્રીમિયમ સાઇકલ, કેનોન્ડેલ બેડબોય લેફ્ટી: ઓનલી લેફ્ટ સાઇડ સિંગલ ફોર્ક ઇન્ફ્રેન્ટ અને ટીસ્ટ એક્સએસ 7કિલો: સ્માલેસ્ટ ફોલ્ડિંગ સાઇકલ.

અગાઉ મારી પાસે 13 સાયકલ હતી. જેમાંથી 5 તેમણે વેચી નાખી છે. મે અત્યાર સુધીમાં 35 હજાર કિમીથી વધુ સાયકલિંગ કરી છે. પ્રતિદિન 35 કિમી સાયકલ ચાલવું છું અને ઇટલીમાં બનેલી બોટેચિયા ડોલ્સ વિટા ભારતમાં એકમાત્ર સાઇકલ છે. જે મારી પાસે છે. વધુમાં વધુ લોકો પ્રકૃતિને બચાવવા સાઇકલનો ઉપયોગ કરે અને પોતાના સ્વાથ્ય માટે પણ સાઇકલનો ઉપયોગ કરે તેવી મારી અપીલ. - સંજીત ભાવસાર (સાયકલ પ્રેમી)

આરોગ્ય માટે સાયકલ : હાલ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે, તેના માટે કાર્ડિયો એક્સરસાઇઝ સૌથી વધુ જરૂરી છે, પરંતુ નિષ્ણાંતોના મત મુજબ ખરેખર સાયકલિંગ સારામાં સારું કાર્ડિયો વર્ક આઉટ છે. જો રોજ 20 મીનીટ સાયકલ ચલાવવામાં આવે તો તેનાથી અનેક શારીરિક સમસ્યાઓ દૂર કરી શકાય છે. વિશ્વના વિકસિત દેશો પણ સાયકલિંગની અવેરનેશ માટે ખુબ જ પ્રોત્સાહન આપે છે.

  1. World Bicycle Day : દવા અને ડોક્ટરને દૂર રાખવા હોય તો અપનાવો સાયકલ, શારીરિક, માનસિક અને આર્થિક લાભાલાભ
  2. Jamnagar News: ધો 10ની પરીક્ષા આપીને યુવકે સાયકલ પર ભારત ભ્રમણ કર્યું શરૂ
  3. Surat News : સાઈકલ પર કાવા મારતો બાળક ઉંધે માથે પટકાયો, જૂઓ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.