તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા સીંગી ફળિયામાં બગાસમાંથી વ્હાઈટ કોલ બનાવતી સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં ગતરોજ આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં અચાનક આગની ઘટના બનતા દોડધામ મચી હતી.
![hd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190524-wa00011558690934865-18_2405email_1558690946_649.jpg)
આગની ઘટનાની જાણ વ્યારા ફાયર ફાઈટરની ટીમને થતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પાણી અને ફોર્મનો છટંકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 50 હજાર જેટલો બગાસ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.