તાપી : તાપી જિલ્લાના સોનગઢના ઘોડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને મોટીસંખ્યામાં ભેગા મળી આવેદન પાઠવ્યું હતું. તેમની માંગ છે કે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ઓનલાઇન ટેન્ડરિંગને રદ કરવામાં આવે. જો ઓનલાઇન ટેંદરિંગ રદ નહીં થાય તો સ્થાનિકોએ આત્મદાહ અને રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવવાની ચીમકી આપી છે.
ઓનલાઈન ટેન્ડરિંગને બંધ કરાવવા માગણી : તાપી જિલ્લામાં GSECL ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન દ્વારા પોન્ડ એસ અને ફ્લાઈ એશની ઓનલાઈન ટેન્ડરિંગને બંધ કરાવવા જિલ્લા કલેકટરને અસરગ્રસ્ત ગામોના લોકોએ આવેદન આપ્યું હતું. આ અસરગ્રસ્ત લોકોએ થર્મલ પાવર સ્ટેશનમાં પોતાની 119 એકર જમીન નજીવા ભાવે આપી છે.
રોજગારી છીનવાશે : છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિકો દ્વારા પોન્ડ એશ અને ફ્લાય એશનું કાર્ટિંગ કરી તેઓ જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે.જ્યારે ઓનલાઈન ટેન્ડરિંગ થવાથી તેમની રોજગારી છીનવાતા તેઓ બેરોજગાર થવાની સંભાવનાને પગલે આ પ્રક્રિયા રદ થાય નહીં તો સ્થાનિકો આત્મવિલોપન અને રસ્તા પર ઉતરી તેનો સખત વિરોધ નોંધાવશે, જે અંગેની ચીમકી પણ આગેવાનોએ આપી હતી.
જેતે સમયમાં પોન્ડ એશનું માર્કેટિંગ નઈ હતું અને ગામ લોકોએ જ્યારે માર્કેટિંગ કર્યું. ત્યારે આજે એમએસટીસીનું ટેન્ડરીંગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને બહારની એજન્શી અહી ટેન્ડર ભરે અને ગ્રામજનોને સાઇડ કરવામાં આવે એવું નહીં થાય. તેટલા માટે અમે અહી તેને રદ કરવા માટે અહી આવેદન આપ્યું છે. જો રદ નહીં કરવામાં આવે તો ગ્રામ જનો ટ્રકોના માલિકો અમે રોડ પર આવીએ તે પહેલાં અમે આત્મવિલોપન કરીશું...જશની ગામીત ( ઘોડા જૂથ ગ્રામ પંચાયત સરપંચ )
આત્મવિલોપનની ચીમકી : વધુમાં સ્થાનિક ગ્રામજને જણાવ્યું હતું કે અમે એમએસટીસી ટેન્ડર પ્રક્રિયા જે સરકાર કરે છે તેનો ગ્રામ જનો સખત વિરોધ કરીએ છીએ. જ્યારે પાવર સ્ટેશનની સ્થાપના થઇ ત્યારે અમે 119 એકર જમીન અમે પાણીના ભાવે આપી છે. અમે સ્થળાંતર લોકો 10 જેટલી એજન્સીઓ ચલાવીને જીવી રહ્યા છે. પણ હાલ સરકાર દ્વારા કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયાથી અમે બેઘર થઈ જાશું અને અમારી રોજીરોટી છીનવાઇ જશે. અમારા ઘણા ટ્રકો હપ્તા પર છે અને તેમાં એ હપ્તા પણ ન ભરાશે તેથી એ રોડ પર આવી જાશું અને અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને દેખાય રહ્યું છે.