ETV Bharat / state

'ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નઈ ?' લુપ્ત થતી ચકલીઓ માટેનો ભગીરથ પ્રયાસ

તાપી: ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે, ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘરઆંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે પ્રયાસો થતાં રહે છે. ત્યારે વ્યારામાં વન્યજીવન ગુના નિવારણ શાખા (WCCB)ના સ્વયંસેવકો, જીવદયા પ્રેમીઓ દ્વારા વ્યારા વન વિભાગના સહયોગથી ચકલી ઘર વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.

તાપી
author img

By

Published : Jul 1, 2019, 10:34 PM IST

આપણી આસપાસના પરિસરમાં, રોજીંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો તેમજ ચકલીઓની મૃતઃપ્રાય થવાના આરે આવેલી પ્રજાતિને ઉગારી તેની સંખ્યામાં વધારો થાય એ હેતુથી વિનામૂલ્યે ચકલી ઘર વિતરણનો વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

બાળપોથીમાં ગુંજતુ ગીત ''ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નઈ ?'' ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા આપણા ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ. ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મુકતો માનવી યેનકેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ-પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે.

પ્રવર્તમાન સમયના કોંક્રીટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધું છે ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઉભી થઈ છે. જો માનવી વિકાસની આંધળી દોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતઃ પ્રાય પ્રજાતિ બની જશે.

તાપી
ચકલી ઘરનું વિતરણ

ચકલી બચાવો અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો થાય છે. WCCBના તાપી જીલ્લાના અલ્પેશભાઈ દવે તથા અબરારમુલતાની એ પણ જીવદયા સંદર્ભે ટુંકમાં માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું.

વન વિભાગ વ્યારા વાઈલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો ના વોલેન્ટીયર અને સેવાભાવી સંસ્થાના મિત્રો દ્વારા ચકલી ઘરનું વિતરણ, તાપી જિલ્લા વનવિભાગના વડા આનંદ કુમાર, આર.એફ.ઓ રઘુવીરસિંહ કોસાડા, અબરાર મુલતાનીના હસ્તે કરવામાં આવ્યું હતુ. તેમજ આજના પ્રસંગે વન વિભાગનો સ્ટાફ, જીવદયા પ્રેમીઓ તથા મોટી સંખ્યામાં ચકલી ઘર વાંછુક પક્ષી પ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:વ્યારા માં વન્યજીવન ગુના નિવારણ શાખા (wccb) ના સ્વયંસેવકો, જીવદયા પ્રેમીઓ દ્વારા વ્યારા વન વિભાગના સહયોગથી ચકલી ઘરો વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા.

Body: ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘરઆંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે તેમજ આપણી આસપાસના પરિસરમાં, રોજીંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો તેમજ ચકલીઓની મૃતઃપ્રાય થવાના આરે આવેલી પ્રજાતિને ઉગારી તેની સંખ્યામાં વધારો થાય એ હેતુથી વિનામૂલ્યે ચકલીઘરવિતરણનો કાર્યક્રમ યોજાયો હતો બાળપોથીમાં ગુંજતુ ગીત ''ચકી બેન ચકી બેન મારી સાથે રમશો કે નઈ ?''ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ. ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મુકતો માનવી યેનકેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ-પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સમયના કોંક્રીટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધુ છે ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઉભી થઈ છે. જો માનવી વિકાસની આંધળી દોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતઃ પ્રાય પ્રજાતિ બની જશે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો થાય છે Conclusion:WCCBના તાપીજીલ્લાના અલ્પેશભાઈ દવે તથા અબરારમુલતાની એ પણ જીવદયા સંદર્ભે ટુંકમાં માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું.વન વિભાગ વ્યારા વાઈલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો ના વોલેન્ટીયર અને સેવાભાવી સંસ્થા ના મીત્રો દ્વારા આજ રોજ ચકલી ઘર નું વિતરણ , તાપી જિલ્લા વનવિભાગના વડા આનંદ કુમાર, આર. એફ.ઓ રઘુવીરસિંહ કોસાડા, અબરાર મુલતાની ના હસ્તે કરવા માં આવ્યું
આજના પ્રસંગે વન વિભાગનો સ્ટાફ , જીવદયા પ્રેમીઓ તથા મોટી સંખ્યામાં ચકલી ઘર વાંછુક પક્ષી પ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.