તાપી : તાપી જિલ્લા પોલીસને સુરત વિભાગ તેમજ પોલીસ અધિક્ષક દ્વારા (Liquor Case in Tapi) દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલગરો ઉપર કડક કાર્યવાહી કરવા વારંવાર પ્રોહી ડ્રાઇવનું આયોજન કરાતું હોય છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વિસ્તારમાં છેલ્લા છ માસમાં પ્રોહિબિશનના કુલ 2332 કેસો કરી કુલ 57 લાખ 53 હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી દારૂના બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીના વેચાણના, ભઠ્ઠી/વોશના તેમજ પીધેલાના કેસો કરવામાં આવ્યા છે. તેમજ તાપી જિલ્લામાંથી પોલીસે દારૂની બંદી નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ થતી રહે છે.
દારૂ પીધેલા સામે પણ કેસ - તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, તાપી પોલીસ દ્વારા ગુજરાત સરકારની જે પ્રોહિબિશન અંગેની કડક અને અસરકારક નીતિને અનુસંધાને તાપી પોલીસ દ્વારા જિલ્લામાં કુલ દેશી દારૂના 280 કેસ જૂન મહિનામાં (Tapi Police Action Against Liquor) દાખલ કરવામાં આવેલા છે. ઈંગ્લીશ દારૂના હેરાફેરીના 11 કેસો દાખલ કરવામાં આવ્યા છે, કબજાના કુલ 65 કેસ દાખલ કરવામાં આવેલા છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકો પર કુલ 145 કેસ કરવામાં આવેલા છે અને દેશી દારૂની ભઠ્ઠીના કુલ 12 કેસો કરવામાં આવેલા છે. કુલ 514થી વધારે શોધી કાઢવામાં આવેલા છે.
આ પણ વાંચો : દેશી દારૂના અડ્ડા પર જનતાના દરોડા ! વિડિયો થયો વાયરલ
દારૂ નાબૂદ કરવા પોલીસ - સી.એમ. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છેક આદિવાસીના છેવાડાના માનવી સુધી પ્રોહીબીશનની પ્રવૃતિ નાબૂદ થાય તે અંગે સુરત રેન્જ, એડિશનલ DGP, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ (Tapi Prohibition Case) અમારી ટીમ દ્વારા સતત આ અંગે લોકોને પણ જાગૃત કરેલી છે. અમારા દ્વારા પણ આ અંગે કડક અને અસરકારક પરિણામ મળે તેવી દિશામાં દરરોજ અને દિન બર દીન આ કાર્યવાહી નિસ્ત નાબુદ થાય એ અંગેની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત્
તાપી પોલીસની કાર્યવાહી - તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનામાં (Action Against Liquor Sellers) દારૂને લઈને કાર્યવાહી જોઈએ તો, દેશી દારૂના કુલ 1284 કેસ, ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા લોકો સામે 95 કેસ, ઈંગ્લીશ કબ્જે કર્યા હોય તેના 261 કેસ, દારૂ પીધેલી હાલતમાં મળી આવતા લોકો સામે 583 કેસ, દારૂના અન્ય 12 કેસ અને દેશી દારૂની ભઠ્ઠીઓના 97 કેસ નોંધાયા છે. તાપી જિલ્લા પોલીસે કુલ 8033 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તેમજ તેના 2332 કેસો પોલીસે દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના નોંધ્યા છે. જેની કુલ કિંમત 57 લાખ 53 હજાર 845 રૂપિયા છે.