આ પરિસ્થિતીના કાયમી નિવારણ માટે તાપી જિલ્લામાં આવેલી દસ નદીઓ ઉપર પાંચ મીટરથી વધુ ઉંચાઈના ચેકડેમો અને ૫૦ જેટલા નવા તળાવો બનાવવાના આયોજન બાબતે કલેક્ટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જરૂરી ચર્ચા વિચારણા અર્થે બેઠક મળી હતી.
બેઠકમાં કલેક્ટર નિનામા જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા નેસુ, તાપી, પુર્ણા, મીંઢોળા, અંબિકા, ગીરા, ઝંખરી, વાલ્મિકી, રંગાવલી, ઓલણ મળીને કુલ 10 નદીઓમાં જે નદીઓ પર ચેક ડેમ બાંધેલા છે. તેની ઓછી ઉંચાઈ હોવાના કારણે પાણીનો સંગ્રહ ઓછે થાય છે. આ નદીઓ ઉપર પાંચ મીટરથી વધુ ઉંચાઈના ચેક ડેમ બનાવા બાબતે સબંધિત અધિકારીઓને તમામ શક્યતાઓ ચકાસવા જણાવ્યું હતું.
ખાસ કરી ઓલણ અને ઝાંખરી પ્રોજેક્ટ, પાઠકવાડી બેરેજ, કેનાલ કમાન્ડ વિસ્તારમાં આવતા તળાવોમાં કેનાલના પાણીનું સિંચન, મંજુર થયેલ ચેક ડેમો જેની હાલની ઉંચાઈ દબાણ હેઠળ સરકારી જમીનોના લીધે ઘટાડી દેવાઈ હોય તેની ઉંચાઈ વધારવા પુન:વિચારણા કરવા અંગે, પૂર્ણા નદી પર બેરેજ માટે સર્વે કરવા, તમામચેક ડેમોના બાંધકામ કરતા પહેલા જિલ્લાની સિંચાઈ કોર કમિટીના ધ્યાને મૂકવા જણાવી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
કલેક્ટરે જિલ્લામાં મંજૂર થયેલા પરંતુ બાંધકામ શરૂ ન થવાના કારણો સબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી. ઉપરાંત નવા તળાવોના બાંધકામ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી સબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક શક્યતાઓ ચકાસવા સૂચના આપી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયા, ઉકાઈ વિભાગ-૧ના અધિક્ષક ઈજનેર આર.એન.પટેલ, સિંચાઈ યોજના વેર-૨ ના કાર્યપાલક ઈજનેર પી.જી.વસાવા સહિત સબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.