આધાર વેરીફીકેશનની કામગીરીની વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, NFSA યોજના અન્વયે જિલ્લાના કુલ 1,14,523 રેશન કાર્ડધારકો પૈકી 1,14,521 રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. આમ, રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવાની કામગીરી 100 પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 1,11,750 બેંક એકાઉન્ટ મેપ કરી 97.58 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ઉજ્જવલા યોજના હેઠળ તાપી જિલ્લામાં 87.42 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ઇન કેરોસીન યોજના અંતર્ગત તાપી જિલ્લામાં 45,189 નોનગેસ કાર્ડધારકો પૈકી 43,098 કાર્ડધારકોના આધારકાર્ડ સીડીંગની કામગીરી પૂર્ણ થતાં 95.37 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.
માઁ અન્નપર્ણા યોજના અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવિષ્ટ કરવા માટે મળેલ 10,546 અરજીઓ પૈકી 5,569 અરજી મંજૂર કરવામાં આવી છે. જ્યારો 4977 અરજી નામંજૂર કરી નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી તેમણે આપી હતી. બેઠકમાં ઉપસ્થિત મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ તાલુકાવાર મળેલી અરજીઓ પૈકી કેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે તેની વિગતે માહિતી મેળવી હતી.
ધારાસભ્ય મોહનભાઇએ અન્ન ત્રિવેણી યોજના હેઠળ જિલ્લામાં કરાયેલ વિતરણની પણ માહિતી મેળવી હતી તથા બાકી રહેતા લાભાર્થીઓને તાત્કાલિક આ યોજના હેઠળ અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત વ્યારાના ધારાસભ્ય પુનાભાઇ ગામીતે પણ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાની વિગતે માહિતી મેળવી હતી.