- વલોડમાં સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની વ્યવસ્થા
- વલોડના સ્થાનિકો અને આસપાસના ગામના લોકોએ કરી મામલતદારને રજૂઆત
- તંત્ર અને સહકારી ગ્રાહક ભંડારના કર્મચારી હરકતમાં આવતા સમગ્ર મામલો હાલ પૂરતો શાંત
તાપી: વાલોડના સ્થાનિકો અને આસપાસના ગામના લોકો ભેગા થઈને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સહકારી ગ્રાહક ભંડાર, વાલોડના ગ્રાહકોને અનાજ વિતરણ વ્યવસ્થાને અન્વયે ગેરરીતિ આચરવામાં આવે છે. ગ્રાહકો વેહલી સવારથી આવીને કતારબંધ લાઈનોમાં ઊભા રહેતા હોવા છતાં વિવિધ બહાના કાઢીને ગ્રાહકોને કુપન આપવામાં આવતી નથી. જ્યારે ધંધા રોજગાર ગુમાવીને આવતા હોવા છતાં તેઓ પ્રત્યે ગેરવર્તન કરવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં તા. 27 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 4 (ચાર) વાગ્યાથી વિતરણ કરવામાં આવ્યું પણ બાકી રહેલા ગ્રાહકોને કહેવામાં આવ્યું કે, તમને તા. 5 સપ્ટેમ્બર 2021 સુધી અનાજ આપવામાં આવશે. તેમ છતાં તેઓને તા. 2 સપ્ટેમ્બર સુધી અનાજ મળ્યું નહોતું. આ વ્યવસ્થાથી હેરાન થયેલા ગ્રાહકો મામલતદારને અરજી કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે યોગ્ય પગલાં ભરીને જરૂરિયાતમંદ ગ્રાહકોને ઓગસ્ટ માસનું અનાજ વિતરણ કરવામાં આવે એવી યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
લોકોએ જણાવ્યું કે યોગ્ય નિર્ણય ન આવે તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે ધરણાં પર બેસીશું
સહકારી ગ્રાહક ભંડાર વાલોડના કર્મચારી રહીમભાઈ અને વિનોદભાઈએ ગ્રાહક ભંડારની દુકાન પરના બોર્ડ પર લખ્યું છે કે, તા. 5 સપ્ટેમ્બર 2021 સુધી અનાજ દરેકને આપવામાં આવશે. તેમ છતાં અત્યાર સુધી અનાજ મળ્યું નથી. તેવામાં આ બાબતે તાત્કાલિક નિર્ણય લઇને દરેક ગ્રાહકને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે, યોગ્ય નિર્ણય ન આવે તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે ધરણાં પર બેસીશું.
ઓછું અનાજ મળતા હોવા માટે ચકાસણી કરવામાં આવશે: ઇન્ચાર્જ મામલતદાર
આ તમામ રજૂઆત બાદ મામલતદારે જણાવ્યું હતું કે, સહકારી ગ્રાહક ભંડાર, વાલોડમાંથી અનાજ વિતરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મંડળીના ઉપપ્રમુખને બોલવામાં આવ્યા હતાં. તા. 5મી સપ્ટેમ્બર સુધીમાં અનાજ વિતરણનું પ્લાનિંગ નોંધાયું છે અને કાર્ડ ધારકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. ઓછું અનાજ મળતા હોવા માટે ચકાસણી કરવામાં આવશે. તેવું ઇન્ચાર્જ મામલતદાર જગદીશ ચૌધરીએ કહ્યું હતું.