- તાપીમાં LCBએ દારૂ ભરેલી કાર ઝડપી
- કારમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત તરફ લઈ જવાતો હતો
- સોનગઢ પોલીસે રૂપિયા 1,14,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
તાપી : LCBએ બાતમીના આધારે મહારાષ્ટ્રથી સુરત તરફ જતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બૂટલેગરો પોલીસને ચકમો આપવા અનેક કિમિયા કરતા હોય છે. પોલીસને આ કારના બનાવેલા ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1,14,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બૂટલેગર ચાલકને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
આ પણ વાંચો : વઘઇ પોલીસે 7.6 લાખનો દારૂ ઝડપી આરોપીની ધરપકડ કરી
LCBએ કારમાં તપાસ કરતા 59 હજારથી વધુનો દારૂનો જથ્થો મળ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તાપી LCBના અ.હે.કો. લેબજી પરબતજીભાઇને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નં.53 ઉપરથી સોનગઢથી સુરત તરફ એક લાલ કલરની એસેન્ટ ફોર વ્હીલ ગાડી નં. GJ-05-CD-4781માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો નીકળ્યો છે. જે બાતમીને આધારે સોનગઢ પાસેના પોખરણ પાટીયા પાસે નેશનલ હાઈવ નં. 53 ઉપર LCBએ વોચ રાખતા બાતમીમાં જણાવેલી ફોર વ્હીલ ગાડી આવતા તેને લાકડીના ઇશારો કરી ફોર વ્હીલ ગાડી ઉભી રાખવા જણાવતા તે ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી ઉભી ન રાખી અને પોતાની ફોર વ્હીલ ગાડી પોખરણ ગામની સીમા તરફ હંકારી ગયો હતો અને LCBની ટીમે પીછો કરી પોખરણ ગામની સીમમાં આવેલા બાલાજી સ્ટોન ક્વોરી નજીક આ કારના ચાલકને પકડી લીધો હતો.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે રૂપિયા 6 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
દારૂનો જથ્થો મગાવનારા બૂટલેગર તથા દારૂનો જથ્થો ભરી આપનારા અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે કારમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હિસ્કી તથા બીયર મળી કુલ બોક્ષ નંગ- 10 તથા કારમાં બનાવેલા ચોરખાનામા મૂકેલી વ્હિસ્કીની નાની બાટલીઓ મળીને કુલ બોટલ નંગ- 922 કુલ કિંમત રૂપિયા 59,300નો દારૂનો જથ્થો તથા ફોર વ્હીલ ગાડી કિં. રૂપિયા 50,000 તથા 2 મોબાઇલ કિં. રૂપિયા 5,500 સાથે કુલ કિ. રૂપિયા 1,14,800નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે હેરાફેરી કરતી કારને LCBએ ઝડપી પાડી હતી. બૂટલેગર કાર ચાલક રાકેશ કમલેશ ડામોરને કોવીડ- 19ની ગાઈડ લાઈન અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા દારૂનો જથ્થો મંગાવનારા બૂટલેગર લાલા તથા દારૂનો જથ્થો ભરી આપનારા અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી આ ગુનાની જાણ સોનગઢ પોલીસને કરવામાં આવી હતી.