ETV Bharat / state

"નારી તું ન હારી" વાક્યને સાર્થક કરતી તાપીની મહિલાઓ, કે જે કરે છે આ કામ... - vermi compost

એક મહિલા આજના આધુનિક જમાનામાં ધારે તો શું ન કરી શકે તેવીજ રીતે તાપીના જસુબહેન ચૌધરી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ મહિલાએ શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રથી કરી હતી. આ સફળતા બાદ તેમણે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું(Vermicompost fertilizer)સાહસ કર્યું અને એ સાહસની સફળતા સાથે આજે જસુબહેન જિલ્લાના બેસ્ટ ખેડૂતના બિરુદ સાથે અગ્રેસર છે.

"નારી તું ન હારી" જી હા આ વાક્યને સાર્થક કરતી તાપીની મહિલા

author img

By

Published : May 17, 2022, 7:07 PM IST

તાપીઃ નારી તું ન હારી જી હા એક મહિલા આજના આધુનિક જમાનામાં ધારે તો શું ન કરી શકે તેવીજ રીતે કંઈક કરી બતાવવાની નેમ સાથે તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ (tribal woman from Tapi )કરી બતાવ્યું છે. તેમણે પશુપાલન સાથે વર્મી કમ્પોસ્ટ ખાતરનું (Vermicompost farming)ઉત્પાદન કરી વર્ષે સારી એવી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે.

તાપીની મહિલા

મહિલાએ શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું - આ છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે રહેતા 50 વર્ષીય જસુબહેન ચૌધરી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ આ મહિલાએ શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું, એ સફળતા બાદ જસુબહેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું. વેસ્ટ આંબાવાડીનો કુચો અને ગાય, ભેંસના મળમૂત્રમાંથી તેમણે વર્મી કમ્પોસ્ટ ખાતર (Vermicompost)બનાવવાનું સાહસ કર્યું અને એ સાહસની સફળતા સાથે આજે જસુબહેન જિલ્લાના બેસ્ટ ખેડૂતના બિરુદ સાથે અગ્રેસર છે. સાથે તેમનો પરિવાર પણ જસુબહેનની વર્ષેની સારી એવી આવકથી ખુશ થઈ ગર્વ અનુભવી રહ્યો છે.

આ પણ વાંચોઃ અરવલ્લીના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી મેળવી રહ્યા છે મબલખ કમાણી

આત્મા પ્રોજેક્ટ ખાતર બનાવાની તાલીમ મેળવી - જસુબહેન કહ્યું કે, હું પહેલાથી પશુપાલન કરતી હતી, ધીરેધીરે આત્મા પ્રોજેક્ટ જોડાઈ જેમાંથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની માહિતી મળી હતી. આત્મા પ્રોજેક્ટ માંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાની તાલીમ લઈ ખાતર બનાવાનુ ચાલુ કર્યું આજે સારી આવક મને મળે છે. ઉલ્લેખનીય છે કે, જસુબહેન વર્મી કમ્પોસ્ટ ખાતરનું 6 રૂપિયા કિલોના દરે વેચાણ કરે છે અને વર્ષે 4 લાખથી વધુ આવક મેળવી પરિવારમાં પગ ભેર પગ મેળવી રહ્યા છે.

બેસ્ટ ખેડૂત તરીકેનો એવોર્ડ 2018માં પ્રાપ્ત - જસુબહેનના પતિએ કહ્યું કે, અમારા ઘરમાં પેહલાથી પશુપાલન કરતા હતા જસુબહેન વધુ આગળ વધવા માટે આત્મા પ્રોજેક્ટમાં વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાની તાલીમ લઈ સારી આવક મેળવી રહ્યા છે અમારું ઘર ચલાવવા માટે પણ મદદ કરે છે. આ સાહસી મહિલાએ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં અને જિલ્લામાં બેસ્ટ ખેડૂત તરીકેનો એવોર્ડ 2018માં પ્રાપ્ત કરી એક સાહસી મહિલા તરીકેનો ચીલો ચિતરીયો છે. સતત ખેતીવાડી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ સાહસી મહિલા પગભેર અને માનભેર જીવન નિર્વહ ચલાવતા અધિકારીઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં સખી મંડળોએ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને નવતર પહેલ હાથ ધરી

તાપી જિલ્લાની આ સાહસી મહિલા - આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાની આ સાહસી મહિલાએ સાબિત કરી બાતવ્યું છે કે આજના આધુનિક જમાનામાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી માનભેર જીવી પોતાના પરિવારનું જીવનનિર્વાહ ચલાવી શકે છે. એમાં કોઈ બે મત નથી ત્યારે આવી સાહસી મહિલા ખેડૂત પાસે આપણે પણ પ્રેરણા લઇ સમાજમાં મહિલાઓ પણ હવે અબળા નારી નથી એવું સાબિત કરી બતાવીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.