- તાપીમાં નિવૃત્ત જવાન કિશોર પ્રજાપતિનું ભવ્ય સ્વાગત કરાયું
- વ્યારાના કાનપુર વિસ્તારમાં નિવૃત્ત જવાનનું સ્વાગત કરાયું
- ગ્રામજનોએ દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી
તાપીઃ જિલ્લાના નિવૃત્ત જવાન કિશોર પ્રજાપતિ વર્ષ 2004માં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે વર્ષ 2009માં 56th રાષ્ટ્રીય રાઈફલ કૂપવાડામાં ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે 30 જૂન 2009એ લગ્ન કર્યા હતા. તેમના પોસ્ટ પર પરત ફર્યા ત્યારબાદ તેઓ તેમના પત્નીથી 7 વર્ષ સુધી ફક્ત રજા મળે ત્યારે અને ફોન પર જ વાત કરતા હતા. વર્ષ 2016માં જ્યારે કિશોરભાઈનું ટ્રાન્સફર હરિયાણાના અંબાલા પોસ્ટ પર થયું હતું, જ્યાં તેઓ 2 વર્ષ સાથે રહ્યા હતા તે બાદ ફરીથી બીજી પોસ્ટ પર ટ્રાન્સફર થતાં તેમના પત્નીને વ્યારા પરત મોકલી આપ્યા હતા. કિશોરભાઈને 2 બાળકો છે, જેમાં એક છોકરી સાક્ષી પ્રજાપતિ (ઉ. વ. 11) જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને એક છોકરી મંથન પ્રજાપતિ (ઉ. વ. 5) જે સિનિયરમાં અભ્યાસ કરે છે. હાલ બાળકના પિતા માદરે વતન પરત ફરતા બંને બાળકો ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા.
આ પણ વાંચો- જાણો, આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ અન્ય યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપતા જવાન વિશે
મારું સ્વાગત-સન્માન મારા અને પરિવાર માટે ગર્વની વાતઃ કિશોર પ્રજાપતિનિવૃત્ત ભારતીય સેનાના જવાન કિશોર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું 17 વર્ષ મારી ભારતીય સેનામાં સર્વિસ પૂરી કરીને નિવૃત્ત થઈને આવ્યો છું. તો ખૂબ ગર્વ થાય છે અને અહીંયા જે મારું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. તે મારા માટે અને મારા પરિવાર, મારા ગામ, મારા રાજ્ય અને મારા દેશ માટે ગર્વની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુઃખ મને એ વાતનું છે કે, મને કે અમે જે સફર શરુ કરી હતી. વર્ષ 2004માં મહારાષ્ટ્રના નાસિકમાં ટ્રેનિંગ લીધી હતી ત્યારે મારી સાથે મારા સાથીઓ જોડાયાં હતા. એમાંથી જેમ આજે હું ઘરે પરત આવ્યો એમ મારા સાથી મિત્રો ઘણા એવા છે, જે ઘરે પહોંચી શક્યા નથી. એ વાતનું મને દુઃખ છે. આજના આ દિવસેને યાદ કરું છું તો મને 17 વર્ષ પહેલાના જે દિવસો છે. તે મારી મેહનત અને મારા પરિવાર તરફથી જે મને સહકાર મળ્યો, જેના કારણે હું ભારતીય સેનામાં ભરતી થઈને 17 વર્ષ પૂરા કર્યા. તેમણે યુવાનોને ધ્યાને લઇ કહ્યું કે, લગન અને મેહનતથી કામ કરો ગમે ત્યાં તમે છો સફળતા તમારી સાથે છે.
આ પણ વાંચો- ભારતીય સેનામાંથી 17 વર્ષ બાદ નિવૃત્ત થયેલા જૂનાગઢના સૈનિકનું સ્વાગત
નિવૃત્ત જવાને યુવાનોને આર્મીમાં જોડાવવા આહ્વાન કર્યું
નિવૃત્ત આર્મી જવાન કિશોર પ્રજાપતિ સ્વાગત સમારોહ પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઈચ્છતા મારા ગામના યુવાનોને હું જરૂરી તમામ માર્ગદર્શન આપીશ. સાથે જ તેમણે સેવામાં જોડાવા આહ્વાન કરું છું. આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત-સન્માન કર્યું હતું. તે માટે આગેવાનો યુવાનો સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો.