ETV Bharat / state

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં બે શખ્સોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ: પોલીસ હેરાણ કરતી હોવાનો આક્ષેપ - Surendranagar Police

સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે પોલીસની રેડ બાબતે મનદુઃખ રાખી બે શખ્સોએ શહેરના આંબેડકર ચોકમાં હોબાળો મચાવી પેટ્રોલ છાંટી આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને પોલીસ સામે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મોડી રાત સુધી આ મામલે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર
author img

By

Published : Jun 28, 2020, 11:07 AM IST

સુરેન્દ્રનગર: શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં દારૂની રેડ બાબતે બે શખ્સો અને પોલીસ વચ્ચે રકઝક અને હોબાળો થયો હતો. જેમાં બંને શખ્સો દ્વારા પોતાની જાત પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસો કરતાં પોલીસે અટકાયત કરી બંને શખ્સોને પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં બે શખ્સોએ પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ
  • દારૂની રેડ બાબતે બે શખ્સો અને પોલીસ વચ્ચે રકઝક
  • આંબેડકર ચોકમાં બે શખ્સોનો પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ
  • પોલીસે અટકાયત કરી બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પીએસઆઈ વી.પી.મલ્હોત્રા સહિતના સ્ટાફે રેડ કરી હતી. જે દરમિયાન આ વિસ્તારમાં રહેતા બે શખ્સો મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર તથા હિતેશભાઈ ઉર્ફે બોડી કનુભાઈ દુલેરાને આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવે તે માટે પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સ્થાનિક વિસ્તારના રહિશો. સહિત આંબેડકર ચોક ખાતે ઉમટી પડ્યાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી એસ.બી.વાળંદ, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, એસઓજી પીઆઇ સહિત એ ડિવિઝન, બી ડિવિઝન, જોરાવરનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને શખ્સો પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતાં બંન્નેને કોર્ડન કરી સળગાવા દીધા નહોતા અને અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ઝડપાયેલા બન્ને શખ્સોએ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી જોર જોર થી રાડો પાણી ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જ્યારે આ અંગે બી ડિવિઝન પીએસઆઈ વી.પી.મલ્હોત્રાએ બંન્ને સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.