સતત વરસાદને કારણે અંદાજીત 150%થી વધુ વરસાદ તેમજ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 6,36,137 હેક્ટર છે. જેની સામે 6,019,54 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમા કપાસ 3, 55,091 હેક્ટર, મગફળી15,645 હેકટર, તલ 15,162 હેકટર, શાકભાજી5, 147 હેકટર, દિવેલા 68,648 હેકટર, અને ધાસચારો 1,33,295 હેકટર તેમજ બાકીના વિસ્તારોમાં અન્ય પાકોની વાવણી કરવામાં આવી છે.
પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અને મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાધીને બેઠા છે.