આ પ્રવાસ વિશે ભરત દવે જણાવે છે કે, ગાંધીનગરથી શરૂ થઇ પ્રથમ દિવસે ભોપાલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, વેસ્ટ બેંગાલ, બેંગલુરૂ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલપ્રદેશ, આસામ, સિક્કીમ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે.
7 જુલાઈથી શરૂ થઈ આ યાત્રા 4 ઓગષ્ટ રવિવાર સાંજે 6 કલાકે ગાંધીનગર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ આશરે 500 કિ.મી.થી 600 કિ.મી. ડ્રાઇવિંગ સવારે 6 કલાકથી શરૂ થઇ સાંજે 6 કલાકે પુરૂ થશે. દરરોજ એક રાજ્યની રાજધાનીમાં રાત્રિ નિવાસ દરમિયાન રાજયના આગેવાનો, રમતવીરો, પત્રકારો સાથે રાત્રે 8 થી 9 મુલાકાત પણ લેવામાં આવશે.
આ સમગ્ર રૂટ દરમિયાન વારંવાર GTPL પરથી સમગ્ર રૂટ વિશે માહિતી મળતી રહેશે. ટોટલ 16,500 કિ.મી. આ રેકોર્ડ ડ્રાઇવિંગની સમસ્ત વિશ્વ નોંધ લેશે. ભરત દવેની સાથે તેમના બંને પુત્ર ચિંતન દવે અને નિમિત દવે તથા આશુતોષ સુનિલભાઇ મહેતા રૂટ નેવિગેશન, મિડિયા સંચાલન તથા રૂટ દરમિયાન તમામ કાર્યોમાં સહકાર આપશે. હિમાલયની કાર રેલીમાં વિશ્વ રેકોર્ડ કરનાર ભરત દવે 66 વર્ષની ઉંમરે આ કાર્ય કરે છે.