- લોકોમાં હજી પણ કોરોનાને લઈને ગંભીરતા નથી
- હળવદ પોલીસે શહેરમાં ચેકિંગ હાથ ધર્યું
- માસ્ક વિના ફરતા લોકો સામે કરવામાં આવી કાર્યવાહી
હળવદ: કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. જેના સામે તમામ લોકો લડત લડી રહ્યા છે તો સરકાર પણ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી રહી છે. ત્યારે હળવદ પંથકમાં પણ કેસમાં વધારો થતો જાય છે. પરંતુ લોકોમાં ગંભીરતા ન હોવાથી માસ્ક વગર નીકળતા હોય છે એવા લોકો સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
માસ્ક વિના ફરતા લોકો સામે કરવામાં આવી કાર્યવાહી
મળતી માહિતી મુજબ કોરોનાના કેસનો આંક દિન પ્રતિદિન હળવદ પંથકમાં વધી રહ્યો છે. પરંતુ હળવદવાસીઓ ગંભીરતા લેવાના બદલે બેદરકાર થતા હોય તેવું લાગી રહ્યું છે અને માસ્ક પહેર્યા વિના જ ઘરની બહાર નીકળતા હોય છે એવા બેદરકાર લોકો સામે કાર્યવાહી કરવા અને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે હળવદ પોલીસે પીઆઈની આગેવાનીમાં હળવદ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માસ્ક વિના ફરતા લોકોને યોગ્ય દંડ ફટકારવામાં આવ્યો હતો. માસ્કનો ઉપયોગ કરવા અને બજારમાં ભીડ ના કરવા અપીલ કરવામાં આવી હતી, તો સાથે સાથે બજારમાં સોશિયલ ડીસ્ટસિંગનું પણ પાલન કરવા પણ લોકોને સમજાવવામાં આવ્યા હતા.