સુરેન્દ્રનગર : પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલ યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દિયોદર, જૂનાગઢ રૂટની એસ.ટી.બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન વણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરાયા : પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત અંગેની જાણ થતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
એકનું મોત થયું : લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસ.ટી.બસ પલટી મારી જતા મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એસ.ટી બસ કંડકટર ઘેલાભાઈ ભુવાનુ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અન્ય એક યુવતી અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દિયોદર ડેપોની બસ હોવાનું સામે આવ્યું : પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલ યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિયોદર જૂનાગઢ રૂટની એસ.ટી.બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન વણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
અપડેટ ચાલું છે...