ETV Bharat / state

ધ્રાંગધ્રા શહેરમાં યુવા નિધી કંપની બેંક દ્વારા રૂપિયા 3 કરોડની છેતરપિંડી - Youth Fund Company Bank

ધ્રાંગધ્રા શહેરમાં RBI ની માન્યતા સાથે યુવા નિધી કંપની બેંક શરૂ કરવામાં આવી હતી. જે બેંક દ્વારા શહેરીજનોને લોભામણી જાહેરાતો કરી ઉંચુ વ્યાજ અને ડબલ કરવાની લાલચો આપી અને લોકો સાથે છેતરપિંંડી કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા શહેરમાં યુવા નિધી કંપની બેંક દ્વારા રૂપિયા 3 કરોડની છેતરપિંડી

author img

By

Published : Dec 1, 2020, 2:12 PM IST

  • ધ્રાંગધ્રા ખાતે આવેલી RBI બેંક માન્યતા ધરાવતી સેવિંગ કંપની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
  • યુવા નિધી બચત કંપનીની બ્રાંચ દ્વારા ગ્રાહકો અને એજન્ટો સાથે છેતરપિંંડી
  • અંદાજે રૂપિયા 9.71 લાખની છેતરપિંડી

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા શહેરમાં RBI ની માન્યતા સાથે રાજકમલ ચોક ખાતે વર્ષ 2018 માં ભાડાના મકાનમાં યુવા નિધી કંપની બેંક શરૂ કરવામાં આવી હતી. શહેરીજનોને લોભામણી જાહેરાતો કરી ઉંચુ વ્યાજ અને ડબલ કરવાની લાલચો આપી અને લોકોને યુવા નિધી કંપની બેંકમાં રોકાણ કરવા પ્રેરીત કર્યા હતા અને લોકો સાથે છેતરપિંંડી કરી હતી.

ધ્રાંગધ્રા શહેરમાં યુવા નિધી કંપની બેંક દ્વારા રૂપિયા 3 કરોડની છેતરપિંડી
જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં RBI ની માન્યતા સાથે રાજકમલ ચોક ખાતે વર્ષ 2018 માં ભાડાના મકાનમાં યુવા નિધી કંપની બેંક શરૂ કરવામાં આવી હતી. હાલ રાષ્ટ્રીયકૃત બેંકો અને રસકારી બેંકોમાં રોકાણ પર વ્યાજ દર ઓછુ આપવામાં આવે છે. જેનો લાભ ઉઠાવી યુવા નિધી કંપની બેંક ધ્રાગધા શહેરમાં શરૂ કરી શહેરીજનોને લોભામણી જાહેરાતો કરી ઉંચુ વ્યાજ અને ડબલ કરવાની લાલચો આપી અને લોકોને યુવા નિધી કંપની બેંકમાં રોકાણ કરવા પ્રેરીત કર્યા અને લોકો પણ ઉચા વ્યાજની લાલચમાં લોકોએ પોતાની જમા પુંજી યુવા નિધી કંપની બેંકમાં રોકાણ કરી હતી. પરંતુ જયારે પાકતી મુદ્દત આવી ત્યારે રોકાણકારોએ કંપનીની ઓફીસ પર રકમ પરત આપવા માંગણીઓ કરી પરંતુ કંપનીના સંચાલકોએ ગલ્લા તલ્લા કરી અને રકમ પરત આપવાની વાત ટાળતા ગયા પરંતુ શહેરના અંદાજે 350 રોકાણકારોએ સતત ઉઘરાણી કરતા કંપની સંચાલકો રૂપિયા ત્રણ કરોડનું ફુલેકુ ફેરવી કંપનીને તાળા મારી પોબારા તરફ જતા રહ્યા હતા.

લોકોએ અમદાવાદની મુખ્ય ઓફીસ પર ઉધરાણીઓ કરી પરંતુ કંપનીના જવાબદારીએ લોકોની જમા પુંજી આપવાની તસ્દી નહી લેતા આખરે ઉંચા વ્યાજની લાલચમાં ફસાયેલા લોકોએ ધ્રાંગધ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરીયાદ કરતા પોલીસે આરોપીઓ

અતુલકુમારસિંગ રાજપુત

સુરેન્દ્રસિંગ રાજપુત

રવિન્દ્રસિંગ રામજીસિંગ

મેહુલકાર વ્યાસ

રાકેશ રાય

પી.કે. સિંગ

અંજલી તોમર

શુસીલકુમાર શ્રીવાસ્તવ

અજીત શ્રીવાસ્તવ

સામે IPC કલમ 406, 409, 420,466, 467,468,471,506/2, તેમજ 114 મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપવા કર્યા ચક્રો ગતિમાન કર્યા હતા અને છેતરપિડીનો ભોગ બનેલા ત્રણસૌ જાટે લોકોના નિવેદન નોધવાનુ શરૂ કર્યું હતુ. રોકાણકારોના જણાવ્યા મુજબ કંપની દ્વારા મોટા મોટા ફંગસનો કરી અને જુદીજુદી સ્કીમો બનાવી લોકોને ભોળવી રોકાણ કરાવતા હતા. પરંતુ હવે એ જોવુ રહ્યુ કે, પોલીસ આ આરોપીઓને કયારે ઝડપે છે ને લોકોની જમા પુંજી રૂપિયા 3 કરોડ જેટલી રકમ કયારે પરત અપાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.