સમગ્ર રાજયમાં વધારે વરસાદ પડતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને સરકાર દ્રારા જે ખેડૂતો દ્રારા પાક વીમો ભરવામાં આવ્યો છે તેમજ જે ખેડૂતોને વધારે વરસાદને કારણે પાકને નુકશાન ગયુ છે તેઓને 48 કલાકની અંદર અરજી અથવા ટોલ ફી નંબર પર જાણ કરવા જણાવામા આવ્યું હતુ. પરંતુ અરજી કરવાનો સમય ઓછો હોવાને કારણે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો અનશન પર ઉતરી આવ્યા છે. જેના સમર્થનમાં ખેડૂતો અને ક્રોંગ્રેસ આગેવાનો સુરેન્દ્રનગર અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પંચાયત સદસ્ય પોતાનું રાજીનામું પણ લઈને પહોંચ્યા હતા.
રજૂઆત બાદ અધિક કલેકટર તેમજ ખેતીવાડી અધિકારી સાથે લાંબી ચર્ચા બાદ ખેડૂતોના હીતમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. જેમાં અધિક કલેક્ટર દ્રારા બે દીવસ એટલ કે ગુરૂવારે અને શુક્રવારે તમામ ખેડૂતોની અરજી સ્વીકારવાનું જણાવવામાં આવ્યુ હતુ. તો ક્રોગ્રેસ આગેવાન પાલ આબંલિયાએ સરકાર પર આક્ષેપો પણ કર્યા હતા. તેજમ કલેક્ટર અને મામલતદાર પોતાની કામગીરી યોગ્ય રીતે ન કરતા હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં આ બાબતે અધિક કલેક્ટરને રજૂઆત કરી ચેમ્બરમા બેસી ગયા હતા. આ સાથે તેમણે જે નિયમો ખેડૂતો માટે લાગુ પડે છે તે તમામ નિયમો વિમા કંપનીને પણ લાગુ કરવા જણાવ્યું હતું.
તેમણે ખેડૂત આગેવાનો પણ જણાવ્યું હતુ કે, ખેડૂતો અને વિવિધ સંગઠનોની આજે જીત થઈ છે. વિવિધ ખેડૂતો દ્રારા ઉગ્ર રજૂઆત ધ્યાનમાં લઈને બે દીવસની મુદત આપવામા આવી છે. તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો દ્રારા રાજીનામુ આપવામાં આવ્યું હતુ એ પરત ખેંચવામા આવ્યુ. તેમજ આ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારનો સંપર્ક કરતા તેઓ હાલ ખેડૂતો માટે 48 કલાકની મુદત આપવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.