ચોટીલામાંથી એક દિકરીને લંપટ શિક્ષક ભગાડી ગયો હોવાને આજે સમય વીતિ ગયો છે છતા પણ તેની કોઇ ભાળ મળી નથી અને આ દિકરીના માતા પિતા હજુ તેની એકની એક દિકરીની રાહમાં જ બેઠા છે.
આજથી આશરે 17 મહીના પહેલા આ લંપટ શિક્ષક અપહરણ કરી અને દિકરીને લઇ ગયો હતો જેની આજ સુધી કોઇ પણ ભાળ મળી નથી જેને લઇને સમાજના આગેવાનો અને માતા પિતા સહિતાઓનું આજે ચોટીલા ખાતે સંમેલન યોજ્યુ હતું, જેમાં તેઓએ સરકાર પાસે એક માંગણી કરી હતી કે દિકરીને પરત લઇ આવે જેવી દિકરીના માતા પિતા અને સમગ્ર સમાજે માગ કરી છે જો સરકાર વહેલામાં વહેલી તકે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહી કરે તો ગાંધીનગરમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.