સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે મિત્રતા કરી (young woman and man meet on facebook) હતી. ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી (He lured her into marriage and made her pregnant) હતી. આ વાતની નરાધમને જાણ થતા તેણે યુવતીને વાતોમાં રાખી ગર્ભપાત કરાવી દીધો (abortion in oyo room of surat) હતો. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આખરે તરુણીએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી (complaint registered at godadara police station) છે.
લગ્નની લાલચ આપી તરુણીને ફસાવી: શહેરના ગોડાદરા વિસ્તારમાં મંગલ પાંડે હોલ સામે આવેલ શક્તિ વિજય સોસાયટીમાં રહેતા જયસિંગ કમલેશ યાદવ નામના ઈસમે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે ગોડાદરા વિસ્તારમાં જ રહેતી તરુણી ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શરૂઆતમાં મિત્ર તરીકે વાતો કરી હતી. જો કે ત્યારબાદ તેણે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન અવારનવાર તેને મળવા માટે બોલાવી અલગ અલગ જગ્યા ઉપર લઈ જાય તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. જેથી આખરે તરુણીએ આ વાત જયસિંગને કરતા જયસિંગે પોતાનું કારસ્તાન છુપાવવા માટે યુવતીને વાતોમાં ફસાવી ગર્ભપાત કરાવી દીધો હતો અને ગર્ભપાત કરાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયસિંગ યાદવ સામેં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
હોટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવ્યો: ગોડાદરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ તરુણીને ગર્ભવતી બનાવી તરછોડી દેનાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રેમીએ લગ્નની લાલચ આપી હતી. પ્રેગ્નન્સી ટેસ્ટ બાદ હોટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી. લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. જેક સ્પેરો ઓયો હોટલમાં લઇ જઇ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો હતો અને ગર્ભપાતની ગોળી આપી હતી.
લગ્નની બાંયધરી આપી વાતચીત બંધ કરી: જયસિંહનાં માતા-પિતાએ મીતાલી સાથે લગ્ન કરાવવાની લેખિતમાં બાંયધરી આપી હતી, પરંતુ ત્યાર બાદ જયસિંહે મિતાલી સાથે વાત કરવાનું બંધ કરી દેતાં મામલો પુનઃ જયસિંહનાં માતા-પિતા પાસે પહોંચ્યો હતો, પરંતુ તેમણે જયસિંહ અને મીતાલીના લગ્ન કરાવવાનો ઇનકાર કરી તરછોડી દેતાં છેવટે મિતાલીએ જયસિંહ કમલેશ યાદવ વિરુદ્ધ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.