- VNSGUના સેનેટ સભ્યે વડાપ્રધાન, વિદેશપ્રધાન, શિક્ષણપ્રધાન અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો
- WHOની કો-વેક્સિનને બીજા દેશોમાં માન્યતા અપાઇ નથી
- વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓને વેક્સિન લગાવવી ફરજિયાત
સુરત : Veer Narmad South Gujarat Universityના સેનેટ સભ્ય મનિષ કાપડિયા દ્વારા આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકરને, શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક, દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધનને WHOની કો-વેક્સિનને બીજા દેશોમાં માન્યતા આપવામાં આવી નથી. એ માટે આ પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ
સપ્ટેમ્બર મહિનાથી પ્રથમ સત્રની શરૂઆત થશે
Veer Narmad South Gujarat Universityના સેનેટ સભ્ય મનિષ કાપડિયાએ ભારત સરકરને લખેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું કે, કોરોના મહામારીમાં જે વિદ્યાર્થીઓ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન લગાવવી ફરજિયાત છે. અમુક વિદ્યાર્થીઓએ કો-વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધો છે. સમસ્યા એ છે કે, કો-વેક્સિનને બીજા બધા દેશોમાં માન્યતા આપવામાં આવતી નથી. હવે બીજા દેશોમાં થોડા દિવસો પછી સપ્ટેમ્બર મહિનાથી પ્રથમ સત્રની શરૂઆત થશે. એ બાબતે ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : VNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું
કો-વેક્સિનને બીજા દેશમાં માન્યતા અપાઇ નથી
ભારત સરકારના શિક્ષણ પ્રધાન શ્રી તરફથી વિદેશ જતા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ જ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જઇ શકાશે. વિદ્યાર્થીઓએ કો-વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધા પછી હવે આ કો-વેક્સિનને બીજા દેશમાં માન્યતા આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે. આ માટે જ ભારત સરકરને પત્ર લખવામાં આવ્યો છે આમ, સેનેટ સભ્ય મનિષ કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.