સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં... આવ્યું જ કંઇક સુરતમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શહેરના મીની બજાર થી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી જોવા મળી રહ્યા છે. જોકે તે સમય દરમિયાન ત્યાં એવી વાતો ઉડી હતી કે, કોઈ હીરા વેપારી દ્વારા હીરા ફેંકી દેવામાં આવ્યા છે. તે વાતને લઈને મીની બજારથી ખોડીયાર નગર સુધીના રસ્તા પર એકાએક જ લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકો હીરા શોધવાનું શરૂ કરી દીધું હતું.
![ડાયમંડ શોધવા લોકોની પડાપડીનો વીડિયો વાઇરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/gj-sur-daimond-find-gj10058_24092023191811_2409f_1695563291_735.jpg)
હીરા શોધવા માટે પડાપડી: વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે લોકો આ હીરા શોધવા માટે રીતસરની પડાપડી કરતા દેખાયા હતા. આખા રસ્તા ઉપર છુટા છવાયા લોકો રસ્તા ઉપર ધૂળ ખંખેરીને ડાયમંડ શોધતા નજરે પડ્યા હતા. તો કેટલાક લોકો તો બ્રશ સાથે ધૂળ એકત્રિત કરી હીરા શોધી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
![ડાયમંડ શોધવા લોકોની પડાપડીનો વીડિયો વાઇરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/gj-sur-daimond-find-gj10058_24092023191811_2409f_1695563291_390.jpg)
"હું તો ઓફિસ થી ઘરે જતો હતો. ત્યારે આ નજરાણું જોઈ હું પણ ચોકી ગયો હતો કે આ શું થઈ રહ્યું છે? ત્યારે બે ત્રણ જણાને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ હીરાના વેપારીએ હીરા ફેંકીને જતા રહ્યા છે. જેથી આ તમામ લોકો તે હીરા શોધવા માટે ધૂળ ખંખેરી રહ્યા છે." --બાબુભાઇ બુખાડીયા (હીરા વેપારી)
ડાયમંડ શોધવા લોકોની પડાપડીનો વીડિયો વાઇરલ
દિવાળી થઇ જશે: જોકે વાત સાચી છે કે, કોઈના હાથમાં હીરો આવી ગયો તો તેઓના ઘરમાં આજીવન દિવાળી રહેશે. એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે. ઉલ્લેખનીય છે કે, હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારની વાત ઉડે ત્યારે ચોક્કસથી લોકો આ રીતે હીરા શોધવા માટે લોકો જોવા મળશે. કારણ કે, મહિના બાદ દિવાળી છે અને એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે.