સુરતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુવક જાહેર રસ્તા પર બર્થ-પાર્ટી કરી રહ્યો છે. તેમજ તલવારથી કેક કાપી રહ્યો છે. આમ, વાયરલ થયેલાં આ વીડિયોમાં યુવક ખુલ્લેઆમ પોલીસ જાહેરનામાનો ભંગ કરી રહ્યો છે. જેથી પોલીસે વીડિયોના આધારે યુવકની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો સુરતના પોશ વિસ્તારમાં આવેલાં VIP ગણાતાં વિસ્તારનો છે. તેમજ વીડિયોમાં દેખાતો યુવક ઉધના વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં કેક કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. જેથી પોલીસે નાછૂટકે આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.