ETV Bharat / state

University Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે - University Controversy

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. અહીં હિન્દુ સ્ટડીઝના કો-ઑર્ડિનેટરે વિદ્યાર્થી બની પરીક્ષા આપી હતી. ત્યારે આ કો-ઑર્ડિનેટર બાલાજી રાજેએ યુનિવર્સિટીના નિયમોનો ભંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

University Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે

author img

By

Published : Feb 16, 2023, 7:10 PM IST

મારા ઉપરી અધિકારી પાસેથી અભ્યાસ માટે મંજૂરી માગી હતી

સુરતઃ શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સતત કોઈના કોઈ વાતે વિવાદમાં આવતી રહે છે. તે પછી પરીક્ષાનો મામલો હોય કે, પછી પરીક્ષામાં પકડાયેલા વિદ્યાર્થીઓનો. ત્યારે આ વખતે યુનિવર્સિટી એટલે વિવાદમાં આવી છે. કારણ કે, યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝના કો-ઓર્ડિનેટર બાલાજી રાજેએ વિદ્યાર્થી બની પરીક્ષા આપી હતી. આ સાથે જ તેમની પર યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ યુનિવર્સિટીના કુલપતિ આ બાબતે તપાસ ચાલુ છે તેવું કહીને મૌન રહ્યા હતા.

આ પણ વાંચોઃ ભણતરની સાથે રોજગારી, પાટણમાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓ બની રહી છે આત્મનિર્ભર

પરીક્ષા આપી હોવાની કરી કબૂલાતઃ આ બાબતે હિન્દુ સ્ટડીઝના કો-ઑર્ડિનેટર બાલાજી રાજેએ જણાવ્યું હતું કે, હા મેં પરીક્ષા આપી છે મેં એડમિશન લીધું છે અને તેના ક્લાસ પણ એટેન્ડ કર્યા છે, પરંતુ આજે કોર્સ ચાલી રહ્યો છે. તેમાં 2-3 વસ્તુની સ્પષ્ટતા થવી જરૂરી છે. આ કોર્સ સાંજે 6થી 9 વાગ્યા સુધી ચાલે છે. મારી નોકરી 10થી 6 વાગ્યાની છે, જેથી 6 વાગ્યાં પછીના કોર્સમાં મેં એડમિશન લીધું હતું. બીજું કે, જ્યારે હું એડમિશન લેવાનો હતો ત્યારે ભારત દેશમાં સૌપ્રથમ વખત આ કોર્સ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાલતો હતો. જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત ખૂબ જ સારા સાત્વિક વિચારોથી ભારતના વિદ્યાર્થી સુધી અભ્યાસ પહોંચે તેવો કોર્સ આ યુનિવર્સિટીમાં શરૂ કરાયો છે.

મારા ઉપરી અધિકારી પાસેથી અભ્યાસ માટે મંજૂરી માગી હતીઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને ઈચ્છા થઈ કે, હું પણ આ અભ્યાસને ભણું. કારણ કે, જે વિષય આપવામાં આવ્યા છે. તે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બને તેવા છે. આવનાર 10 વર્ષ પછી પબ્લિક પૉલિસી હિન્દુ સ્ટડી અભ્યાસ ભણેલો વ્યક્તિ લખશે. મને ઈચ્છા થઈ તો મેં મારા ઉપરી અધિકારીને અભ્યાસ માટે મંજૂરી માગી હતી કે. આ રીતનો અભ્યાસ કરવો શું ટેક્નિકલી સંભવ છે ખરાં? તો આ પહેલા પણ ઘણા લોકોએ આ પ્રકારે પરીક્ષાઓ આપી છે.

હું માત્ર કો-ઓર્ડિનેટર છું એટલે કે માત્ર મારે ક્લાસ મેનેજ કરવાના છેઃ તેમણે જણાવ્યું હતું કે, હવે આનો નિયમ એમ છે કે, પેપર કાઢવાની પ્રક્રિયા, ટિચિંગની પ્રક્રિયા અને લોકો એમ કરી રહ્યા છીએ કે, હું કો-ઓર્ડિનેટર છું પણ હું શિક્ષક નથી. તો લોકો કહી રહ્યા છે કે, આ જ શિક્ષક અને આ જ વિદ્યાર્થી તો આ ખોટું છે. હું માત્ર કો-ઓર્ડિનેટર છું એટલે કે, માત્ર મારે ક્લાસ મેનેજ કરવાના છે. એટલે કે, વિઝિટર્સ ફેકલ્ટી તરીકે લોકોને બોલાવી ટાઈમ ટેબલનું માળખું તૈયાર કરવાનું છે. ઉપરાંત કોઈ પણ પ્રક્રિયામાં મારી પાસે અધિકાર નથી.

મારી પાસે પેપર આવતું પણ નથીઃ પેપર સેટિંગ, પરીક્ષા કંડક્ટ, એસેસમેન્ટ, મારી પાસે પેપર પણ આવતું નથી. તેમ જ પરીક્ષા અહીં થતી પણ નથી. પરીક્ષા વિભાગની જે રીતે નિયમ હોય છે. તે રીતે બીજા ડિપાર્ટમેન્ટમાં પરીક્ષાઓ થાય છે. તે રીતે હિન્દુ સ્ટડીઝની પરીક્ષા અમારે ત્યાં લેવાઈ પણ નથી. આ વિભાગમાં પેપર આવ્યા નથી. પરીક્ષા લેવામાં આવી નથી. ફક્ત ને ફક્ત અહીં અભ્યાસ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Veer Narmad South Gujarat University: ટેક્સટાઇલ-જેમ્સ એન્ડ જ્વેલરી ડિઝાઇન અંગેનો કોર્ષ શરૂ થશે

મેં કોર્સ માટે લીધી મંજૂરીઃ છેવટે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીની પરીક્ષા વિભાગ કોઈને પણ તે માહિતી કોઈને આપતું નથી. તો જ્યારે વિભાગમાં પેપર આવ્યા નથી. પરીક્ષા લેવામાં આવી નથી. ફક્ત અને ફક્ત અહીં અભ્યાસ આપવામાં આવ્યો છે. તેમાં જે લોકો વિઝિટર્સ આવે છે તેઓ પણ પેપર નથી કાઢ્યા. તો એમાં કશું ખોટું નથી. આ પેહલા પણ ઘણા લોકોએ આ રીતે અભ્યાસ મેળવ્યો છે અને બધા લોકો અભ્યાસ કરી શકે તે માટે જ યુનિવર્સિટીએ 6 પછીનો સમય રાખ્યો છે કે, નોકરી કરતા વ્યવસાય કરતાં લોકો અહીં જોડાઈ શકે, જેથી મેં મંજૂરી લઈને એડમિશન લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.