- રાજકોટમાં કુલ 9,80,260 ડોઝ સાથે લોકોનું Vaccination કરાયુંં
- આરોગ્ય કર્મીઓએ દિવસ-રાત એક કરીને કાર્ય કર્યું
- 18 વર્ષથી ઉપરના 63,366 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ કરાયું
રાજકોટ : Rajkot Municipal Corporation વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓના 12 ઘટક હેલ્થ સેન્ટર ખાતે તારીખ 15 જૂન સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 9,80,260 ડોઝ સાથે લોકોનું Vaccination કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓએ દિવસ-રાત એક કરીને સતત કામ કર્યું છે. જેનું આ પરિણામ છે.
આ પણ વાંચો : હિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ
45 વર્ષથી ઉપરના કુલ 2,96,313 લોકોને Vaccine અપાઇ
15 જૂન સુધીમાં Rajkot Municipal Corporation વિસ્તારમાં 45 વર્ષથી ઉપરના 1,99,300 લોકોને પ્રથમ તેમજ 97,013 લોકોને બીજો ડોઝ મળીને કુલ 2,96,313 તેમજ 18 વર્ષથી ઉપરના 3,36,703ને પ્રથમ જયારે 10,975 લોકોને બીજો ડોઝ સહિત કુલ મળીને 3,47,678 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ
કુલ 63,366 લોકોને અત્યાર સુધીમાં Vaccination કરાયું
રાજકોટ જિલ્લામાં 45 વર્ષથી ઉપરના 1,89,075 લોકોને પ્રથમ તેમજ 83,828 લોકોને બીજો ડોઝ મળીને કુલ 2,72,903 લોકોને તેમજ 18 વર્ષથી ઉપરના 63,365 લોકોને પ્રથમ જયારે 2 વ્યક્તિને બીજો ડોઝ સાથે કુલ મળીને 63,366 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે.