સુરત: દેશની ટોચની ટેકનિકલ સંસ્થા પૈકીની એક એવી સુરતની SVINT ના (સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટૅકનોલોજી) બે પ્રાધ્યાપકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી સુરત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના એક લાખથી વધુ વૈજ્ઞાનિકોના સંશોધન ક્ષેત્રના માપદંડોને આધારે વિશ્વના શ્રેષ્ઠ 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી સાથેનું જનરલ પ્રકાશિત કર્યું છે. આ યાદીમાં એસવીએનઆઈટી સુરતના પ્રાધ્યાપક ડૉ. રવિ પુરી વેંકટ રાવને 74મું સ્થાન અને પ્રોફેસર ઝેડ.વી.પી મૂર્તિને 1068માં સ્થાન અપાયું છે.
શ્રેષ્ઠ 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરવામાં આવી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા એક લાખથી વધુ વૈજ્ઞાનિકોનો ડેટાબેઝ બનાવી તેમના સંશોધન પત્રો મળેલા સાઈટેન્શન, એચ-ઇન્ડેક્સ વગેરે જેવા જટીલ માપદંડોને ધ્યાનમાં રાખી વિશ્વની જાણીતી એલસેવિયર કંપનીના સ્કોપસ ડેટાબેઝને આધારે વિશ્વના શ્રેષ્ઠ 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી 16 ઓક્ટોબર 2020 ના રોજ પીએલઓએસ બાયોલોજી નામની જાણીતી અંતરરાષ્ટ્રીય જનરલમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
સુરત સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું
આ યાદીમાં એસવીએનઆઈટીના ડૉ. રવિ પુરી વેંકટ રાવને તેમના સંશોધન ક્ષેત્ર ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને ઓટો મેન્શનમાં સમાવિષ્ટ શ્રેષ્ઠ 87,535 વૈજ્ઞાનિકો માંથી 75મું સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ ભારતમાં આ ક્ષેત્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ હાલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ઝેડ.વી.પી મૂર્તિએ પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે. પ્રોફેસર મૂર્તિને તેમના સંશોધન ક્ષેત્રમાં વિશ્વના શ્રેષ્ઠ 55,697 વૈજ્ઞાનિકોમાં 1068મું સ્થાન અપાયું છે. જ્યારે તેઓ ભારતમાં તેમના સંશોધન ક્ષેત્રમાં 45માં ક્રમે રહ્યા છે. આમ એસવીએનઆઈટીના બે અધ્યાપકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી સિદ્ધિ સાથે સંશોધન ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે.
SVNIT ના બે અધ્યાપકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી સિદ્ધિ સાથે સંશોધન ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું - Sardar Vallabhbhai National Institute of Technology
દેશની ટોચની ટેકનિકલ સંસ્થા પૈકીની એક એવી સુરતની SVINT ના (સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટૅકનોલોજી) બે પ્રાધ્યાપકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી સુરત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના એક લાખથી વધુ વૈજ્ઞાનિકોના સંશોધન ક્ષેત્રના માપદંડોને આધારે વિશ્વના શ્રેષ્ઠ 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી સાથેનું જનરલ પ્રકાશિત કર્યું છે.
![SVNIT ના બે અધ્યાપકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી સિદ્ધિ સાથે સંશોધન ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું Etv Bharat, Gujarati News, Surat News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9920008-thumbnail-3x2-surat.jpg?imwidth=3840)