ETV Bharat / state

બારડોલીના તેન ગામમાંથી 20 ડુક્કરો મૃત હાલતમાં મળ્યા, તંત્રના આંખ આડા કાન - બારડોલી સમાચાર

બારડોલી નજીક તેન ગામમાંથી 20 જેટલા ડુક્કર મૃત હાલતમાં મળી આવતા દહેશત ફેલાય ગઈ હતી. ડુક્કરોના મૃતદેહોને મીંઢોળા નદી કિનારે ખુલ્લામાં નાખી દેવામાં આવતા રોગચાળાનો ભય ફેલાયો છે.

બારડોલીના તેનમાંથી 20 ડુક્કરો મૃત હાલતમાં મળ્યા

author img

By

Published : May 23, 2021, 8:42 PM IST

  • કોરોના મહામારી વચ્ચે લોકોમાં ફેલાય દહેશત
  • મૃતદેહો ખુલ્લામાં ફેંકી દેવાતા લોક ચર્ચા
  • લોકોમા રોગચાળો ફેલાવવાની દહેશત

બારડોલી: શહેરને અડીને આવેલા તેન ગામની ચાણક્યપુરી આનંદ નગર સોસાયટી નજીકથી 20 જેટલા ડુક્કરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં ડુક્કરોના મોતને લઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એટલું જ નહીં આ ડુક્કરોના મૃતદેહ મીંઢોળા નદી કિનારે ખુલ્લામાં ફેંકી દેવાતા લોકોમાં રોગચારો ફેલાવવાની પણ દહેશત વર્તાય રહી છે.

આ પણ વાંચો: બારડોલી સહિત સુરત જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન : ખેડૂતોની હાલત કફોડી

ચાણક્યપુરી સોસાયટી નજીકથી મળી આવ્યા ડુક્કરના મૃતદેહ

રવિવારના રોજ બારડોલીને અડીને આવેલા તેન ગામની ચાણક્યપુરી આનંદ નગર સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં એક સાથે 20 જેટલા ડુક્કરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત ડુક્કરો મળી આવવાની ઘટનાને લઈ લોકોમાં પણ દહેશત જોવા મળી હતી. મૃત ડુક્કરોનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ તેને ખુલ્લામાં મીંઢોળા નદી કિનારે ફેંકી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બારડોલી અને મહુવામાં કેસોમાં સામાન્ય ઘટાડો થતા વિકેન્ડ લોકડાઉન હટાવવા લેવાયો નિર્ણય

તંત્રએ સેમ્પલની પણ તસ્દી ન લીધી

ડુક્કરોના શંકાસ્પદ મોત છતાં તંત્રએ મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની પણ તસ્દી લીધી નથી. ટપોટપ થયેલા મોત અંગે ખેતરોમાં નાખવામાં આવેલી દવા અથવા તો કોઈકે દવા આપીને ડુક્કરોને મારી નાખ્યા હોવાની પણ ચર્ચા છે. પરંતુ, આ ચર્ચા વચ્ચે કોરોના મહામારી ચાલી રહી હોય તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે પણ સેમ્પલ લઈ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. ત્યારે, ડુક્કરોનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા રોગચારો ફેલાવવાની પણ સંભાવના સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.